રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આગામી 48 કલાક મહત્વના, 'આ' ખાસ દવા અપાઈ જે બજારમાં ઉપલબ્ધ જ નથી!

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે શનિવારે કહ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે 'ખુબ ચિંતાજનક' દોરમાંથી પસાર થયા છે અને આગામી 48 કલાક તેમના સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે. ટ્રમ્પની એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. શુક્રવારે હોસ્પિટલ લઈ જતા પહેલા વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને ઓક્સિજન અપાયો હતો. આ ખુલાસા બાદ ટિપ્પણી આવી હતી. જો કે વ્હાઈટ હાઉસના કર્મચારીઓએ કહ્યું હતું કે ટ્રમ્પમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા હતાં. આ અગાઉ ટ્રમ્પના ડોક્ટરોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ 'ખુબ સારા મૂડમાં' છે અને છેલ્લા 24 કલાકથી તેમને તાવ આવ્યો નથી.

'અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું છે'

1/7
image

આ બધા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે હોસ્પિટલમાંથી એક સંદેશો બહાર પાડ્યો અને કહ્યું કે તેઓ ખુબ સારું મહેસૂસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે બધી ચીજો સામાન્ય કરવા માટે ખુબ મહેનત કરવી પડશે. મારે પાછા ફરવું પડશે કારણ કે આપણે એકવાર ફરીથી અમેરિકાને મહાન બનાવવાનું છે. 

રિપબ્લિકન પાર્ટીની પણ વધી સમસ્યા

2/7
image

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની બરાબર પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થતા રિપબ્લિકન પાર્ટીની સમસ્યા વધી ગઈ છે. ચૂંટણી કેમ્પેઈન અને પ્રેસિડેન્શિયલ ડિબેટ માટે આ મહિનો ખુબ મહત્વનો હતો. કહેવાય છે કે ઉમર, મોટાપા, હાઈ કોલોસ્ટ્રોલ અને પુરુષ હોવાના કારણે ટ્રમ્પ પર કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધારે રહ્યું હતું. પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટના એક દિવસ બાદ શુક્રવારે ટ્રમ્પે પોતાના સંક્રમિત હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. 

ટ્રમ્પને અપાઈ છે ખાસમખાસ દવા

3/7
image

એવા પણ અહેવાલ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ખાસ દવા અપાઈ છે. તેમની સારવાર એક ખાસ પ્રકારની એન્ટીબોડી કોકટેલથી થઈ રહી છે જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ જ નથી. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના સ્ટેટમેન્ટ મુજબ તેમને એન્ટીબોડી કોકટેલ દવાનો આઠ ગ્રામનો ડોઝ અપાયો છે. 

ઉંદરમાંથી તૈયાર કરાયેલી છે એન્ટીબોડી!

4/7
image

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ ટ્રમ્પને ઉંદરમાંથી તૈયાર કરવામાં આવેલી એન્ટીબોડી આપવામાં આવી છે. આ દવાનો ઉપયોગ હજુ સામાન્ય રીતે થતો નથી અને લોકો માટે ઉપલબ્ધ પણ નથી. 

Regeneron કંપનીએ તૈયાર કરી છે દવા

5/7
image

ઉંદરમાંથી તૈયાર કરાયેલી આ એન્ટીબોડીને અમેરિકાની કંપની Regeneronએ તૈયાર કરી છે. તેનો ઉપયોગ બ્રિટનમાં પણ ટ્રાયલ તરીકે થઈ રહ્યો છે. ઓક્સફર્ડના પ્રોફેસરે આ દવાને ખુબ સારો પ્રભાવ છોડનારી ગણાવી છે. આ દવાનું નામ  REGN-COV2 રાખવામાં આવ્યું છે. 

REGN-COV2 સાથે અપાઈ રહી છે Remdesivir

6/7
image

REGN-COV2ની સાથે સાથે ટ્રમ્પને Remdesivir દવા પણ આપવામાં આવી રહી છે. જેમાં સાથે ઝિંક, વિટામીન ડી, એસ્પિરિન, Famotidine અને Melatonin જેવી દવાઓ પણ અપાઈ રહી છે. REGN-COV2 ની હજુ ટ્રાયલ ચાલુ છે. પરંતુ પ્રાથમિક તારણો પરથી જાણવા મળ્યું છે કે કોરોનાના જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી તેમનામાં આ દવાના કારણે વાયરલ લોડ ઘટી ગયો. એટલે કે શરીરમાં વાયરસની માત્રા ઓછી થઈ ગઈ. 

REGN-COV2 દવાની છે આ સ્પેશિયાલીટી!

7/7
image

REGN-COV2 દવા કોરોનાના દર્દીના રિકવરી સમયને અડધો કરી શકે છે. ઉંદર અને કોરોનાથી ઠીક થયેલા વ્યક્તિના એન્ટીબોડીને ભેળવીને આ દવા તૈયાર કરવામાં આવી છે. આ દવા કોરોના વાયરસને ન્યૂટ્રલાઈઝ કરવાનું કામ કરે છે. જો કે ટ્રાયલ દરમિયાન બે દર્દીઓને આ દવાથી સાઈડ ઈફેક્ટ પણ થઈ હતી.