WhatsApp પર ચેટિંગનો બદલાશે અંદાજ, ઉમેરાશે આ શાનદાર ફીચર્સ
વોટ્સએપ (WhatsApp) જલદી જ નવું અપડેટ લોન્ચ કરવા જઇ રહ્યું છે, જેથી ચેટિંગ કરવું હવે વધુ રસપ્રદ બની જશે. આ અપડેટના રોલ આઉટ થતાં જ યૂઝર્સ કોઇપણ થર્ડ પાર્ટી એપના એનિમેટેડ સ્ટિકર (Animated Stickers) ની મજા માણી શકશે, અને મનપસંદ સ્ટીકર બનાવીને મિત્રોને શેર કરી શકશે.
RealTime માં કઈ શકશે યૂઝ
વોટ્સએપ (WhatsApp) ના દરેક અપડેટ્સ પર સ્ટડી કરનાર સાઇટ WaBetaInfo ના અનુસાર વોટ્સએપને થર્ડ પાર્ટી એનિમેટેડ સ્ટિકર પેક્સ (Animated Sticker Packs) ની પરવાનગી મળી ગઇ છે. જેના લીધે સ્ટિકર પેક્સને રિયલ ટાઇમ વોટ્સએપમાં યૂઝ કરી શકાશે.
આ દેશોમાં રોલા થયું અપડેટ
હાલ અપડેટ બ્રાજીલ, ઇરાન અને ઇંડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી થોડા સમય આ ફીચર ભારતીય યૂઝર્સ માટે પણ રોલ આઉટ કરી દેવામાં આવશે.
આ રીતે બનાવી શકો છો મનપસંડ એનિમેટેડ સ્ટીકર
અત્યાર સુધી યૂઝર એનિમેટેડ સ્ટીકર બનાવવા માટે થર્ડ પાર્ટી એપ Sticker Maker Studio ની મદદ લઇ રહ્યા છે. આ એક એપ છે જેને પહેલાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડે છે, અને પછી જે વીડિયો એનિમેશન ઇચ્છે છે તેને કેમેરા વડે રેકોર્ડ કરવા માટે એનિમેટેડ સ્ટિકર તૈયાર કરવામાં આવે છે.
WhatsApp પર જોઇ શકશો Instagram Reels
રિપોર્ટ અનુસાર વોટ્સએપ પર જલદી એક ખાસ ટેબ એડ કરવામાં આવશે, જેના પર ક્લિક કરતાં જ યૂઝર્સ ઇંસ્ટાગ્રામ રીલના શોર્ટ વીડિયો જોઇ શકશો. તેના માટે ફેસબુકે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. જો આમ થાય છે તો યૂઝર્સ વોટ્સએપમાં પણ ઇંસ્ટાગ્રામના ખાસ ફીચર્સની મજા માણી શકશે.
Trending Photos