પ્રાઇવેસીને લઇને યૂઝર્સ પરેશાન, જાણો નવી પોલિસી પર વોટસએપએ આપ્યો જવાબ
નવી દિલ્હી: મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)એ પોતાની સર્વિસની શરતો અને પ્રાઇવેસી પોલિસીને અપડેટ કરી છે અને યૂઝર્સને નવી પોલીસી (New Policy)ના નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે, જેને લઇને ઘણા લોકોને શંકા છે. યૂઝર્સને શંકા છે કે Whatsapp ઉપયોગ કરનારાઓનો બધો ડેટા લીક થઇ શકે છે અને પ્રાઇવેસી ખતમ થઇ શકે છે. ત્યારબાદ Zee Newsએ વોટ્સસનો સંપર્ક કર્યો, ત્યારબાદ કંપનીએ નવી પોલીસીને લઇને જાણકારી આપી.
WhatsAppએ કેમ બદલી પોલિસી
વોટ્સઅપ (WhatsApp)એ જણાવ્યું કે 'અમે ઓક્ટોબર 2020માં સૂચિત કર્યું હતું કે વોટ્સએપના બિઝનેસ વિઝનના ભાગના રૂપમાં નાના વ્યવસાયોને સારી રીતે સક્ષમ કરવા માટે અમે અમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી રહ્યા છીએ. કારણ કે અમે નાના વ્યવસાય વડે કરવામાં આવેલી નવા સુરક્ષા નિયમ બનાવ્યા છે. જેમ કે તમે જાણો છો કે ટેક ઇંડસ્ટ્રી (Tech Industry)માં સિક્યોરિટી પોલીસીમાં ફેરફાર થવો સામાન્ય વાત છે. યૂજર્સની પ્રાવેસી પર વોટ્સઅપે કહ્યું કે યૂઝર્સની પ્રાઇવસીનું સન્માન અને રક્ષા અક્રવી અમારા ડીએનએમાં છે. જ્યારે અમે વોટ્સએપ શરૂ કર્યું, ત્યારથી અમે તેમની સેવાને મજબૂત ગોપનીયતા સિદ્ધાંતો સાથે જાળવી રાખી છે.
નવી શરતોમાં આપવામાં આવી છે સમગ્ર જાણકારી
વોટ્સઅપે જણાવ્યું કે અમારી અપડેટેડ શરતો અને ગોપનીયતા નીતિમાં આ વખતે વધુ જાણકારી આપવામાં આવી છે કે અમે યૂઝર્સના ડેટા અને ગોપનીયતા માટે અમારી પ્રતિબદ્ધતાને કેવી રીતે ફેરફાર કરે છે. નવી પોલીસીમાં યૂઝર્સને તેમના ડેટાની સુરક્ષા વિશે પુરી જાણકારી આપી છે.
'બિઝનેસ સાથે સારો સંચાર'
વોટ્સઅપ (WhatsApp) એ જણાવ્યું કે 'ઘણા બિઝનેસ પોતાના ગ્રાહકો સાથે સંવાદ કરવા માટે વોટ્સઅપ પર વિશ્વાસ કરે છે. અમે તે બિઝનેસમેનો સાથે કામ કરીએ છીએ, જે વોટ્સઅપ પર તમારી સાથે સંચારને સારો બનાવવા માટે ફેસબુક અથવા ત્રીજા પક્ષનો ઉપયોગ કરે છે. ફેસબુક કંપનીના ભાગમાં વોટ્સઅપ, ફેસબુકની એપ અને ઉત્પાદનોના અનુભવો અને એકીકરણની ઓફર કરે છે.
ફેસબુકને કેમ આપવામાં આવી રહ્યો છે ડેટા?
વોટ્સઅપએ કહ્યું 'ગોપનીયતા નીતિ અને શરતો લાગૂ થતાં પહેલાં યૂઝર્સ પાસે એક મહિનાનો સમય છે. આ ઉપરાંત બિઝનેસ સર્વિસ પ્રોવાઇડરના રૂપમાં ફેસબુકનો વિકલ્પ પુરો પાડવા સંબંધમાં છે, આ હવે ઉપયોગકર્તા/વ્યવસાયોને વધુ વિકલ્પ પુરો પાડે છે. ફેસબુકને WhatsApp નો ડેટા સુરક્ષિત રાખવા માટે લેવામાં આવી રહ્યો છે. યૂઝર્સ જ્યારે ઇચ્છે ત્યારે બિઝનેસ બંધ કરી શકે છે.
તમારી કઇ જાણકારીઓને લેશે વોટ્સઅપ
વોટ્સઅપ (WhatsApp)ની નવી ગોપનીયતા નીતિ અને શરતો અનુસાર, કંપની તમારા ડિવાઇસની આઇડી, યૂઝર આઇડી, ફોન નંબર, ઇમેલ આઇડી, તમામ કોન્ટેક્ટ, મોબાઇલથી થનાર લેણદેણ અને ફોનની લોકેશન મહત્વપૂર્ણ લેશે. નવી શરતોમાં કહેવામાં આવ્યું છે કે તમારા મોબાઇલ દ્વારા જનાર તમામ જાણકારીઓ ફેસબુક (Facebook) અને ઇંસ્ટાગ્રામ (Instagram) સાથે શેર કરવામાં આવશે.
યૂઝર્સ પાસે 8 ફેબ્રુઆરી સુધીનો સમય
વોટ્સઅપ (WhatsApp)ની નવી પોલિસીને માનવામ આટે યૂઝર્સ પાસે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. યૂઝર્સને હાલ Accept Later નો પણ ઓપ્શન આપ્યો છે, પરંતુ 8 ફેબ્રુઆરી બાદ પોલિસી એક્સેપ્ટ નહી કરનારા આ એપનો ઉપયોગ કરી શકશે નહી.
Trending Photos