Wedding Twist: મોટી બહેન ભાગી જતાં સાળી સાથે થયા લગ્ન, પરંતુ આવ્યો નવો વળાંક

આ ઘટનાક્રમમાં વરરાજા જ્યારે કન્યાના ઘરે પહોંચે છે, ત્યારે દુલ્હન તેના પ્રેમી સાથે ફરાર થઈ જાય છે. ત્યારબાદ બંને પરિવાર વચ્ચે ખુબ ચર્ચા થઈ હતી અને દુલ્હનનો પરિવારે કન્યાની નાની બહેનના લગ્ન વરરાજા સાથે કરવા તૈયાર થયા છે

કાલાહાંડી: ઓડિશામાં એક એવી ઘટના સામે આવી જે ખુબ જ ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાક્રમમાં વરરાજા જ્યારે કન્યાના ઘરે પહોંચે છે, ત્યારે દુલ્હન તેના પ્રેમી સાથે ફરાર થઈ જાય છે. ત્યારબાદ બંને પરિવાર વચ્ચે ખુબ ચર્ચા થઈ હતી અને દુલ્હનનો પરિવારે કન્યાની નાની બહેનના લગ્ન વરરાજા સાથે કરવા તૈયાર થયા છે. આ લગ્ન તો થઈ ગયા અને દુલ્હનની વિદાય થઈ અને સાસરી પહોંચી પણ ગઈ. પરંતુ ત્યારે ત્યાં પોલીસ પહોંચતા અચાનક ત્યાં બધુ જ બદલાઈ ગયું. પોલીસ છોકરીને પોતાની સાથે લઈ આવી અને તેના પરિવારને સોંપી. જો કે, ત્યારબાદ પણ કોઈ પક્ષ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી નથી. પરંતુ વરરાજાએ કહ્યું કે, તે ત્રણ વર્ષ પોતાનિ દુલ્હનની રાહ જોશે.

સગીર હતી નવી દુલ્હન

1/3
image

આ આખો મામલો ઓડિશાના (Odisha) કાલાહાંડીનો છે. અહીં એક વરઘોડા તેના લક્ષ્યસ્થાન પર પહોંચ્યો. જ્યાં દ્વારપૂજા બાદ લગ્નના અન્ય કાર્યક્રમો થઈ રહ્યા હતા. ત્યારે સમાચાર આવ્યા કે દુલ્હન ઘરેથી ભાગી ગઈ છે. વરઘોડો ઘરની બહાર ઉભો હતો અને વરરાજા કન્યાની રાહ જોતો હતો. પરંતુ જ્યારે દુલ્હનના ફરાર થયાના સમાચાર સામે આવ્યા ત્યારે બધા ચોંકી ગયા. આવી સ્થિતિમાં, પારિવારિક અને સામાજિક બંધનો-દબાણને કારણે કન્યાના સબંધીઓએ કન્યાની નાની બહેન સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જેને વરરાજા અને તેના પરિવારજનોએ સ્વીકારી લીધો હતો. આ પછી, લગ્નની બધી ઔપચારિકતાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે કન્યા તેના સાસરિયામાં પણ પહોંચી હતી. પરંતુ તે પછી પોલીસ ત્યાં પહોંચી અને કહ્યું કે આ બાળલગ્ન છે. એટલે કે, યુવતી સગીર છે. યુવતી માત્ર 15 વર્ષની છે અને ગઈરાત્રે જે કાંઈ થયું તે કાયદાકીય ગુનો છે.

પોલીસે કન્યાને ઘરે મોકલી

2/3
image

ત્યારબાદ બંને પરિવારના સભ્યોને બોલાવાયા હતા. જ્યાંથી પોલીસે કન્યાને તેના ભાઈ સાથે ઘરે મોકલી હતી. જો કે, આ કેસમાં પોલીસે કોઈ કેસ નોંધ્યો ન હતો, કારણ કે વરરાજા અને કન્યાના પરિવારજનો સંમત થયા છે કે તેઓ છોકરીની પુખ્ત થવાની રાહ જોશે. તેણે કહ્યું હતું કે જો લગ્ન ન કરાયા હોત તો બંને પરિવારોની બદનામી થતી. આવી સ્થિતિમાં પોલીસે પણ સામાજિક દબાણને ધ્યાનમાં રાખીને કોઈ કેસ નોંધ્યો ન હતો અને બંને પરિવારોને સમજાવી શાંત કરાવ્યા હતા.

વહીવટી તંત્રે શું કહ્યું?

3/3
image

કાલાહાંડી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી સુકાંતી બહેડાએ જણાવ્યું હતું કે, કન્યા હજી સગીર છે. તેની 10માં ધોરણની પરીક્ષા આપવા જઇ રહી છે. અમે તેને તેના ભાઈને સોંપી દીધી છે. તેમણે કહ્યું કે બંને પરિવારને ખબર નથી કે સગીર સાથે લગ્ન ગેરકાયદેસર છે. અને જ્યારે વરરાજાના પરિવારજનોને કહેવામાં આવ્યું કે આ ખોટું છે, ત્યારે વરરાજાના પરિવારે ત્રણ વર્ષ રાહ જોવો કહ્યું. આવી સ્થિતિમાં અમે લગ્નને લઈને કોઈ પગલાં લીધાં નથી. આ સમગ્ર મામલા પર અમે આગળ પણ નજર રાખીશું. અમે બંને પરિવારોને સલાહ પણ આપી છે.