Day Wise Lucky Color To Wear: કયા વારે કયા કલરના કપડાં પહેરવા? જાણો શું છે કપડાંના કલર અને વારનું કનેક્શન
આધુનિક યુગમાં કપડા અને કલરનો ખાસ મહત્વ રહેલું છે.પરંતુ ક્યાં વારે ક્યાં કલરના કપડા પહેરવા તેની પાછળ પર અનેક કારણો રહેલા છે.જો આ નિયમોને અનુસરસો તો અનેક સમસ્યાથી તમને છુટકારો મળી શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં રંગો વિશે સ્પષ્ટ ઉલ્લેખ છે.રંગો આપણા મૂડ અને ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે.જેથી દરેક રંગના આપણા મન અને શરીર પર જુદા જુદા પ્રભાવો પડે છે.જેથી જીવનમાં રંગોનું સંતુલન ખૂબ જ સારી રીતે થવું જરૂરી.જેમાં ગ્રહો અને તેના રંગોનું ખાસ મહત્વ હોય છે.જેના પરથી નક્કી થાય છે કે ક્યાં વારે કેવા કલરના કપડા પહેરવા જોઈએ.
દુનિયામાં વિવિધ રંગો આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે.તેવી જ રીતે રંગો આપણ જીવનને પણ ખુશખુશાલ બનાવે છે.જ્યોતિષ શાસ્ત્રો મુજબ અઠવાડિયાના 7 વાર કોઇને કોઇ ભગવાન અને ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. ક્યા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે? તેનો ઉલ્લેખ પણ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ક્યો રંગ ક્યા વારે પહેરવાથી તમારા ભાગ્ય પર અસર કરે છે.
સોમવારે કેવા કલરના કપડાં પહેરવા
સોમવાર એટલે ભગવાન શિવનો વાર.જેને ચંદ્ર ગ્રહ સાથે પણ સંબંધ છે.જેથી સોમવારે હળવા રંગના અથવા સફેદ રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને સરળતાનું પ્રતીક છે.સાથે સફેદ કપડા પહેરવાથી ચંદ્ર કૃપા વધશે. સોમવારે સફેદ કલરના કપડા પહેરવાથી મન શાંત રહે અને ખુશહાલ રહે છે.બને તો સફેદ રંગમાં પણ ચંદ્ર જેવા ચમકીલા કલરના જ કપડા પહેરવા જોઈએ.જ્યારે પરણેલી સ્ત્રીઓ ગુલાબી કે પીળા કલર સાથે મેચ કરીને સફેદ રંગનું કંઈ પણ પહેરી શકે છે.
મંગળવારે કેવા કલરના કપડાં પહેરવા
મંગળવાર ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનનો દિવસ માનવામાં આવે છે.અને આ દિવસનો સ્વામી મંગળ છે. મંગલ લાલ, કેસર, સિંધુરી આ ત્રણેય રંગોને રજૂ કરે છે.જેથી મંગળવારે આ ત્રણ રંગના કપડાં પહેરવા યોગ્ય રહે છે. જે તમારા મનનો ઉત્સાહ સાથે કાર્યક્ષમતામાં પણ વધારો કરશે.મંગળવારે હનુમાનજી અને મંગળ ગ્રહને શાંત રાખવાનો હોય છે.જેથી મંગળવારે લાલ અને નારંગી રંગનાં કપડાં પહેરવાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે.
બુધવારે કેવા કલરના કપડાં પહેરવા
બુધવાર એટલે વિઘ્નહર્તા ગણેશજીનો દિવસ માનવમાં આવે છે.આ દિવસનો સ્વામી બુધ ગ્રહ છે. જેથી બુધવારે લીલા રંગનાં કપડાં પહેરવાથી બુધની કૃપા રહે છે.લીલો રંગ સુખ, સમૃદ્ધિ, ખીલી, પ્રેમ, દયા અને પવિત્રતાનો છે.જેથી તમે બુધવારે લીલા રંગનાં વસ્ત્રો પહેરો તો તમારી બૌદ્ધિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
ગુરુવારે કેવા કલરના કપડાં પહેરવા
ગુરૂવાર એટલે ગુરૂનો દિવસ ગુરૂને ખુશ કરવાનો દિવસ. હિંદુ ધર્મમાં ગુરૂઓનાં દેવ વિષ્ણુ ભગવાન માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુંને પીળો રંગ બહુજ પસંદ છે. એવામાં ભાગ્યને ચમકાવવા માટે ઘરની મહિલાઓ સહિત બધા જ પીળા રંગનાં વસ્ત્રો પહેરવા જોઈએ.પીળા રંગના વસ્ત્રો પહેરવાથી ભગવા વિષ્ણુ કૃષ્પા વર્ષાવે છે.
શુક્રવારે કેવા કલરના કપડાં પહેરવા
શુક્રવારનો દિવસ સફેદ રંગ સાથે સંબંધ રાખે છે. જો તમે ઈચ્છો કે તમારો શુક્ર ગ્રહ હંમેશા શાત રહે તો શુક્રવારનાં દિવસે સફેદ રંગ જરૂર પહેરો. શુક્રવાર એટલે દેવીઓનો દિવસ છે.એટલે આ દિવસે કોઈએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ.દેવીઓનો રિઝવવા પૂજામાં દાડમ, ગોળનાં ફૂલો, લાલ કાપડ વગેરેનો ઉપયોગ થાય છે.જેથી શુક્રવારે સફેદ રંગ ગ્રહને શાંત રાખે છે જ્યારે લાલ રંગ દેવીની કૃપા વર્ષાવે છે.
શનિવારે કેવા કલરના કપડાં પહેરવા
શનિને ન્યાયનો ભગવાન કહેવામાં આવે છે.એટલે આ દિવસે કાળા, વાદળી અને ઘેરા બદામી રંગનાં કપડાં પહેરવાથી શનિદેવની કૃપા રહે છે. આટલું જ નહીં, આ રંગના કપડા પહેરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે. આમ તો શાસ્ત્રો મુજબ, વિશેષ કાર્યો માટે કાળા રંગને અશુભ માનવામાં આવે છે. પરંતુ શનિવારે શનિદેવનો વાર હોવાથી કાળા રંગનાં વસ્ત્રો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.
રવિવારે કેવા કલરના કપડાં પહેરવા
રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે. આ દિવસે કોઈએ ગુલાબી, સોનેરી, નારંગી, લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. આનાથી ચહેરો તીક્ષ્ણ બને છે અને જીવનમાં માન વધે છે. આ સિવાય ભગવાન સૂર્યને અનંત કૃપા પણ પ્રાપ્ત થાય છે. દરેક ગ્રહનો પોતાનો રંગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ગ્રહોના રંગો આપણા જીવનને પણ અસર કરે છે.કેટલાક લોકોને ભાગ્યે જ ખબર હોય છે કે અઠવાડિયાના દરેક દિવસ કોઈક રંગ સાથે સંકળાયેલા હોય છે.જેથી તમે તે દિવસના રંગ પ્રમાણે કપડાં પહેરો છો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે.
Trending Photos