Vivo S7e 5G, શાનદાર 128GB સ્ટોરેજ અને 64MP કેમેરા સાથે થયો લોન્ચ, બીજા ફીચર્સ પણ છે જોરદાર

તેને મિરર બ્લેક, ફેન્ટમ બ્લૂ અને સિલ્વર કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ચીનમાં 11.11 (singles’ day) 11 નવેમ્બરના રોજ સેલ માટે લાવવામાં આવશે. તેની પ્રાઇસનો ખુલાસો તે દિવસે જ થશે. 
 

નવી દિલ્હી: સ્માર્ટફોન બજારમાં ખૂબ જલદી એક જોરદાર ફોન બજારમાં આવશે. ચાઇનીઝ કંપની વીવો  (Vivo) એ પોતાનો શાનદાર  Vivo S7e 5G સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. 5G ટેક્નોલોજી સાથે લોન્ચ થયેલા આ સ્માર્ટફોનના ફીચર્સ જ છે જેના વિશે હાલ ચોતરફ ચર્ચા થઇ રહી છે. આવો જાણી શું-શું મળશે આ નવા સ્માર્ટફોનમાં... 
 

Vivo S7e 5G માં છે 8GM Ram

1/5
image

Vivo S7e 5G ને MediaTek Dimensity 720 SoC સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 8GB RAM ની સાથે 128GB UFS 2.1 ફ્લેશ સ્ટોરેજ છે. 

શાનદાર ડિસ્પ્લે હશે નવા ફોનમાં

2/5
image

Vivo S7e 5G માં 6.44-inch AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 2400×1080 પિક્સલ છે. 

ટ્રિપલ રિયર કેમેરા અને 64MP નો કેમેરો

3/5
image

Vivo S7e 5G માં નોચ ડિઝાઇન સાથે 32MP સેલ્ફી કેમેરા છે. ફોનમાં બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાઇમરી કેમેરા સેન્સર 64MP નો છે. આ ઉપરાંત 8MP ના વાઇડ એંગલ કેમેરા અને 2MP ના પોર્ટેટ કેમેરો છે.

ફાસ્ટ ચાર્જિંગ પણ એક ફીચર

4/5
image

Vivo S7e 5G માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સર છે. જે એંડ્રોઇડ 10 બેસ્ડ Funtouch OS 10.5 સાથે આવે છે. ફોનમાં 4100mAh બેટરી 33W વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. 

કિંમતનો થયો નથી ખુલાસો

5/5
image

Vivo S7e 5G ડ્યૂલ સિમ સપોર્ટ, 3.5mm ઓડિયો જેક, ડ્યૂલ 4G VoLTE, બ્લ્યૂટૂથ 5.1 સાથે આવે છે. તેને મિરર બ્લેક, ફેન્ટમ બ્લૂ અને સિલ્વર કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ચીનમાં 11.11 (singles’ day) 11 નવેમ્બરના રોજ સેલ માટે લાવવામાં આવશે. તેની પ્રાઇસનો ખુલાસો તે દિવસે જ થશે.