Virat Kohli Birthday: ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી પહેલાં જ કોહલીએ બતાવ્યું હતું ટ્રેલર, ભારતને મળવાનો છે મહાન બેટ્સમેન

Virat Kohli Birthday: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) વિશ્વ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં માસ્ટર છે, તેણે પોતાના જુસ્સાના કારણે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, જોકે કોહલીના જીવનનો એક ભાગ ખૂબ જ પીડાદાયક રહ્યો હતો.
 

1/8
image

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) વિશ્વ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં માસ્ટર છે, તેણે પોતાના જુસ્સાને કારણે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે, જોકે કોહલીના જીવનનો એક ભાગ ખૂબ જ દર્દનાક હતો, જ્યારે નાની ઉંમરમાં તેણે તેના પિતાને ગુમાવ્યા હતા. પિતાને બચાવવા માટે ઘરે-ઘરે ભટક્યા, પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. આ વાતનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ કર્યો હતો.

2/8
image

એક ઈન્ટરવ્યુમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ તેના જીવનની સૌથી દુઃખદ ક્ષણનો ખુલાસો કર્યો હતો, જેણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. એમી એવોર્ડ વિજેતા પત્રકાર ગ્રેહામ બેન્સિંગરે કોહલીનો ઈન્ટરવ્યુ લીધો હતો, જેમાં કોહલીએ તેના પિતાના મૃત્યુ દરમિયાન તેની માનસિક સ્થિતિ વિશે જણાવ્યું હતું.

3/8
image

તમને જણાવી દઈએ કે 19 ડિસેમ્બર 2006ના રોજ વિરાટ કોહલીના પિતા પ્રેમ કોહલી (Prem Kohli) નું 54 વર્ષની વયે બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. તે સમયે વિરાટ માત્ર 18 વર્ષનો હતો અને તે દિલ્હીમાં રણજી ટ્રોફી રમી રહ્યો હતો. દિલ્હીની તે મેચ કર્ણાટક સામે હતી. કોહલીએ 90 રનની શાનદાર ઇનિંગ રમીને દિલ્હીને ફોલોઓનથી બચાવી હતી. તે પછી જ તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.

4/8
image

કોહલીએ કહ્યું કે તેણે તેની આંખો સામે તેના પિતાને અંતિમ શ્વાસ લેતા જોયા. પિતાના મૃત્યુની સૌથી વધુ અસર તેમના જીવન પર પડી. તે સમયે તેમણે તેના ભાઈને કહ્યું હતું કે તે દેશ માટે રમવા માંગે છે અને જો તેમના પિતાનું પણ આ જ સપનું હતું તો તે તેને પૂરું કરશે.

5/8
image

કોહલીએ કહ્યું, 'હું રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો અને જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે મારે બીજા દિવસે ટીમ માટે બેટિંગ કરવાની હતી. સવારે 2.30 વાગ્યે પિતાનું અવસાન થયું. મેં તેમને અંતિમ શ્વાસ લેતા જોયા.

6/8
image

કોહલીએ કહ્યું કે તેના પિતાના મૃત્યુએ તેને ખરાબ સમયનો સામનો કરવાનું શીખવ્યું. મારા પિતા હંમેશા ઈચ્છતા હતા કે હું ભારત માટે રમું. વિરાટ કોહલીની સરખામણી હંમેશા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. તેનું કારણ કોહલીની શાનદાર બેટિંગ છે.

7/8
image

કોહલીએ કહ્યું કે તેના પિતાના મૃત્યુએ તેને ખરાબ સમયનો સામનો કરવાનું શીખવ્યું. મારા પિતા હંમેશા ઈચ્છતા હતા કે હું ભારત માટે રમું. વિરાટ કોહલીની સરખામણી હંમેશા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સાથે કરવામાં આવે છે. તેનું કારણ કોહલીની શાનદાર બેટિંગ છે.

8/8
image

જો કે કોહલીએ હંમેશા આ સરખામણીથી અંતર જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે સચિન તેમનો બાળપણનો હીરો છે. કોહલીએ કહ્યું કે તેમણે ક્યારેય એ વાત સ્વીકારવાની ના પાડી નથી કે તે હંમેશા સચિન જેવો બનવા માંગતા હતા.