Summer Fruit: બીપી કંટ્રોલ કરવાથી લઈને આંખોનું તેજ વધારવામાં મદદ કરી શકે છે ટેટી

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગરમીમાં આવતું ટેસ્ટી ફળ એટલે સક્કર ટેટી. આરોગ્યની દ્રષ્ટિએ પણ સક્કર ટેટી તમારા માટે ફાયદાકારક છે. ટેટીમાં વીટામીન C હોવાથી આ બિમારીમાં લડવા માટે પણ તમારી મદદ કરી શકે છે. ગરમી શરૂ થઈ નથી કે કેરી, લીચી, તરબૂચ અને ટેટી જેવા ફળ માર્કેટમાં આવી જાય છે. આ બધા ઉનાળામાં આવતા ફ્રુટ્સ ટેસ્ટી હોવાની સાથે તમારું સ્વાસ્થ્ય શારૂ રાખવામાં પણ મદદ રૂપ થાય છે. આજે અમે તમને ટેટી ખાવાના ફાયદા વિશે જણાવી રહ્યા છે. ટેટીમાં ખૂબ મિનરલ્સ, એન્ટી મિનરલ્સ અને એન્ટીઓક્સિડેંટ્સનો પાવર માનવામાં આવે છે આ સાથે ટેટીમાં વીટામીન C અને બીટી કોરોટીન પણ હોય છે.

મેદસ્વીપણા પર નિયંત્રણ લાવે છે ટેટી

1/5
image

તરબૂચની જેમ ટેટીમાં પણ પાણી અને ફાઈબરની માત્રા વધારે હોય છે અને ફેટ હોતું નથી.ટેટી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી આજ કારણથી તમે સ્નેક્સ કે ચટર-પટર ખાઈને વગરકામની કેલરીનું સેવન નહીં કરો. આના કારણે તમારું વજન કંટ્રોલમાં રહે છે અને મેદસ્વીપણાની સમસ્યાથી રાહત આપે છે.

આંખોનું તેજ વધારે છે ટેટી

2/5
image

ગાજરની જેમ ટેટીમાં પણ બીટા-કેરોટીન હોય છે જેનાથી ટેટીને બ્રાઈટ ઓરેન્જ કલર મળે છે. બીટા-કેરોટીન આંખો માટે ફાયદાકારક હોય છે. ટેટી ખાવાથી આંખનું તેજ વધે છે અને ચશ્માની જરૂર પડતી નથી. ટેટીના આ ફાયદાના કારણે ગરમીઓમાં ટેટી જરૂર ખાવી જોઈએ. અત્યારના આધુનિક યુગમાં પરિવારમાંથી એક વ્યક્તિને તો ચશ્મા હોય જ છે. ટેટી ખાવાથી ચશ્મા આવતા નથી.

બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે

3/5
image

હાઈપર ટેન્શન એટલે કે હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે ટેટી એક ફાયદાકારક ફળ છે. ટેટીમાં પોટેશિયમ ખૂબ હોય છે. પોટેશિયમ રક્તવાહિનીઓને શાંત કરવા કે ફેલાવામાં મદદ કરે છે જેના કારણે બ્લડ પ્રેસર એછું થવામાં મદદ મળે છે. ટેટી ખાવાથી રક્તવાહીનીમાં લોહીનું પરીબ્રહ્મણ સારી રીતે થાય છે.

ટેટી ખાવાથી નથી થતી શરદી-ખાંસી

4/5
image

ઋતુ બદલાઈ નથી કે કેટલાય લોકોને શરદી-ખાંસી અને નાક બંધ થવાની (nasal congestion) સમસ્યા થઈ જાય છે. આ સમયમાં જો તમે ટેટી ખાસો તો શર્દી-ખાંસી ઓછી થઈ જશે. તમે ઈચ્છો તો ટેટીનાં બિજને પણ સલાડ કે દહીંમાં ભેળવીને આરોગી શકો છો.

 

ટેટી સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે

5/5
image

ટેટીમાં મળવાવાળું પોટોશિયમ મગજમાં ઓક્સિજનનો ફ્લો વધારવામાં મદદ કરે છે.જ્યારે મગજમાં લોહી પુરતા પ્રમાણમાં પહોંચે છે.પુરતા પ્રમાણમાં લોહી મગજ સુધી પહોંચે તો મગજ શાંત રહે છે જેથી સ્ટ્રેસ ઓછો થઈ જાય છે.વીટામીન C વધુ માત્રામાં હોવાના કારણે ટેટી સ્વેત કણો કોષિકાઓને વધારવા મદદ કરે છે. શરીરમાં સ્વેત કણોનો વધારો થતા બિમારોઓ સામે લડવાની ક્ષમતા વધી છે.

 

(નોટ- કોઈ પણ ઉપાયને કરતા પહેલાં હમેશાં કોઈ વિશેષજ્ઞ અથવા ચિકિત્સકની સલાહ લો)