જૂઓ.... વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધામણા માટે કંઈક આવી રીતે સજ્યું છે વારાણસી

લોકસભા ચૂંટણી 2019માં ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ પદનામિત વડાપ્રધાને સૌથી પહેલા રવિવારે ગુજરાત પહોંચીને માતાના આશિર્વાદ લીધા હતા અને હવે સોમવારે કાશીની જનતાનો આભાર માનવા માટે આવી રહ્યા છે 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીને જો પ્રચંડ વિજય મળ્યો છે તેના પછી પદનામિત વડાપ્રધાન આજે 27 મે, સોમવારના રોજ પ્રથમ વખત પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચી રહ્યા છે. અહીં તેઓ કાશીની પ્રજાનો 'આભાર' માનશે. મોદીની સાથે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પણ રહેશે. મોદીને વારાણસીની જનતાએ ફરી એક વખત વિજયનો તાજ પહેરાવ્યો છે. (તમામ ફોટો સાભારઃ ANI)
 

6 લાખથી વધુ મળ્યા વોટ

1/7
image

લોકસભા ચૂંટણી 2019માં વારાણસીથી બીજી વખત ચૂંટણી લડી રહેલા વડાપ્રધાન મોદીને કુલ 6,74,664 વોટ મળ્યા હતા. જેની સામે સપાના ઉમેદવાર શાલિની યાદવને 1,95,159 વોટ, જ્યારે કોંગ્રેસના અજય રાય ત્રીજા સ્થાને રહ્યા અનેતેમને 1,52,548 વોટ મળ્યા હતા.

ખાનપુરમાં સંબોધી સભા

2/7
image

આ પહેલા નરેન્દ્ર મોદી રવિવારે પોતાના વતન ગુજરાતની યાત્રાએ પહોંચ્યા હતા. અહીં તેમણે અમદાવાદના ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધિત કર્યા હતા.  

સૌથી પહેલા માતાના આશિર્વાદ

3/7
image

વારાણસી આવતા પહેલા રવિવારે નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે માતાના પગે સ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. હિરાબાએ નરેન્દ્ર મોદીના માથા પર હાથ મુકીને આશિર્વાદ આપ્યા હતા. મોદીએ હિરાબા સાથે અડધો કલાક પસાર કર્યો હતો. 

વારાણસીમાં સ્વાગતની તૈયારી પૂર્ણ

4/7
image

વારાણસીમાં નરેન્દ્ર મોદીના સ્વાગતની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. સમગ્ર શહેરમાં કેસરી રંગના ફૂગ્ગાઓના હાર લટકાવાયા છે.   

સમગ્ર શહેરમાંથી પસાર થશે કાફલો

5/7
image

જોકે, ભાજપે તેમના આ કાર્યક્રમને આધિકારીક રીતે રોડ શોનું નામ આપ્યું નથી. વારાણસી પહોંચ્યા પછી મોદી સડક માર્ગે પોલીસ લાઈનથી બાંસફાટક સુધી જશે. તેમનો કાફલો શહેરના વિવિધ ભાગમાંથી પસાર થશે.   

કાશીની જનતામાં ભારે ઉત્સાહ

6/7
image

કાશીની જનતામાં પીએમ મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદીનો કાફલો જે રસ્તેથી પસાર થવાનો છે તેની બંને બાજુએ લોકો ઊભા રહીને તેમનું અભિવાદન કરશે.   

સુરક્ષાની પુરતી વ્યવસ્થા

7/7
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કાશીમાં સુરક્ષા દળોની આખી ટીમ ઉતારી દેવામાં આવી છે. પીએમ મોદીના કાફલના માર્ગો પર ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.