વાપીમાં બારે મેઘ ખાંગા! 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, પૂરની સ્થિતિ પેદા થઈ, જોઈ લો તબાહીના દ્રશ્યો

સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે. હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. વાપીમાં 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 

1/5
image

પારડીઅને કપરાડા તાલુકામાં 12-12 ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં 9 ઇંચ, વલસાડમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. વાપીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવોપડી રહ્યો છે. દરિયો તોફાની બનતા ગુજરાત પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. છેલ્લાં 24 કલાકથી ગુજરાતમાં અનરાધાર વરસી રહ્યો છે વરસાદ. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ૩૨૬ મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.  

2/5
image

વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. વાપી જીઆઇડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેટલીક કંપની પરિસરોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી છે. જીઆઇડીસી વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ ખોટવાયા છે. સતત વરસાદની હેલીને કારણે જનજીવન સાથે જીઆઇડીસીમાં ઉદ્યોગોને પણ અસર પહોંચી છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જીઆઇડીસીમાં પાણી ભરાતા વાહનચાલકો રાહદારીઓ સાથે કંપની સંચાલકો અને કામદારો પણ પરેશાન થઈ ચૂક્યા છે.

3/5
image

વલસાડ જિલ્લાના તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ પેદા થઈ છે. ઔરંગા, દમણગંગા, કોલક નદી તોફાની સ્વરૂપે જોવા મળી છે. આજે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરોમાં ફાસાયા છે. બરૂડિયા વાળ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા છે. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવાની કામગીરી કરાઈ રહી છે. વલસાડ પ્રાંત અધિકારી, એનડીઆરએફની ટીમે 150થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

4/5
image

ગુજરાતના મુખ્યમંત્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. 

5/5
image

મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ,  પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી. હાલ ગુજરાત પર તોળાઈ રહ્યું છે પૂરના પ્રકોપનું સંકટ. દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૬૪ મી.મી. થયો છે. ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.