UK: મહિલાએ બ્રિટિશ PM વિશે કર્યો ચોંકાવનારો દાવો, સેક્સ, ટોપલેસ તસવીરો પર કરી એવી વાતો...

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન એકવાર ફરીથી ચર્ચામાં છે.. આ વખતે એક કથિત ગર્લફ્રેન્ડના ચોંકાવનારા દાવાના કારણે  તેઓ ચર્ચામાં છે.

લંડન: બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન એકવાર ફરીથી ચર્ચામાં છે.. આ વખતે એક કથિત ગર્લફ્રેન્ડના ચોંકાવનારા દાવાના કારણે  તેઓ ચર્ચામાં છે. અમેરિકાની બિઝનેસ વુમન જેનિફર આર્ક્યુરીએ દાવો કર્યો છે કે તે બોરિસ જ્હોન્સન સાથે 4 વર્ષ સુધી રિલેશનશીપમાં કહી. ધ મિરરને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફર આર્ક્યુરીએ દાવો કરતા કહ્યું કે તે બોરિસ સાથે તેમના ઘરમાં પણ શારીરિક સંબંધ બનાવી ચૂકી છે. 

ધરેથી નીકળતા જ બોરિસના પત્ની આવ્યા

1/6
image

બ્રિટનના હાલના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન અને અમેરિકી બિઝનેસવુમન જેનિફર આર્ક્યુરીના સંબંધો અંગે પહેલા પણ અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે. હવે જેનિફરે તેના પર મહોર લગાવી દીધી છે. તેણે જણાવ્યું કે 2012 પેરાલિમ્પિકમાં એક કાર્યક્રમ અગાઉ તત્કાલિન લંડન મેયર બોરિસ જ્હોન્સન સાથે તેની મુલાકાત થઈ. ત્યારબાદ તે બોરિસના આઈલંગટન સ્થિત ઘરે ગઈ. ત્યાંથી નીકળતા જ માત્ર 10 મિનિટ પછી ઘર પર બોરિસના પત્ની મરીના વ્હીલર આવી ગયા હતા. ધ મિરરને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફરે ખુબ જ ચોંકાવનારા દાવા કર્યા છે.   

અફેર ચાર વર્ષ ચાલ્યું

2/6
image

જેનિફર આર્ક્યુરીએ દાવો કર્યો છે કે જ્યારે બોરિસ લંડનના મેયર હતા ત્યારે તેમનું અફેર શરૂ થયું હતું. આ સંબંધ 4 વર્ષ સુધી રહ્યો. જ્યારે તેમની વચ્ચે ખુબ જ નીકટતા હતી ત્યારે અઠવાડિયામાં એકવાર બંને મુલાકાત કરતા હતા. જેનિફરે કહ્યું કે બોરિસનો ઈન્ટલેક્ચ્યુઅલ અંદાજ તેને ખુબ ગમ્યો હતો. જેનિફરે દાવો કર્યો છે કે 2012 થી 2016 સુધી તે બોરિસ સાથે રિલેશનશીપમાં રહી હતી.   

પેરાલિમ્પિક ઉદ્ધાટન સમારોહના ગણતરીના કલાકો પહેલા બનાવ્યા હતા સંબંધ

3/6
image

જેનિફરે દાવો કર્યો છે કે પેરાલિમ્પિક સમારોહની બરાબર પહેલા 29 ઓગસ્ટ 2012ના રોજ તેણે બોરિસ સાથે સંબંધ બનાવ્યા હતા. તે સાંજે 11 મિલિયન લોકોએ પેરાલિમ્પિક ઉદ્ધાટન સમારોહમાં ભાગ લીધો હતો. બોરિસે અહીંના રાજકુમારી એની, પ્રિન્સ વિલિયમ, અને તેમની પત્ની કેટ સાથે મંચ શેર કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પણ આખી રાત બોરિસ જેનિફરના સંપર્કમાં રહ્યાં. બોરિસ જેનિફરને પાછા બોલાવી રહ્યા હતા. (તસવીર સાભાર- મિરર )

બોરિસે જબરદસ્તીથી રૂમની બહાર નીકળવું પડ્યું

4/6
image

જેનિફરે દાવો કર્યો કે જ્યારે તે બોરિસ સાથે તેના ઘર પર એકલી હતી  ત્યારે જબરદસ્તીથી તેમને ધક્કો મારીને બહાર કરવા પડ્યા. બોરિસ તેને એકલી છોડવા તૈયાર નહતા. જેનિફર કહે છે કે આ ખુબ જ અજીબ હતું કે કેટલાક કલાકો બાદ બોરિસને ટીવી પર આવવાનું હતું અને તે જવા માટે તૈયાર નહતા.   

જ્યારે જેનિફરને પુસ્તક લખવાની ના પાડી

5/6
image

જેનિફર આર્ક્યુરીએ એકવાર મજાકમાં બોરિસ જ્હોન્સનને કહ્યું હતું કે તે એક પુસ્તક લખશે. 'અફેર વિથ ધ મેયર'. તેના દ્વારા લંડનની મહિલાઓને બોરિસના અફેર અંગે ખબર પડી જશે. ત્યારબાદ બોરિસે તેને આમ ન કરવા જણાવ્યું. ત્યારબાદ જેનિફરે બોરિસને કહ્યું કે આશા છે કે તેઓ ક્યારેય તેને ઈગ્નોર કરવાની ભૂલ નહીં કરે. 

ટોપલેસ તસવીરો મોકલી હતી

6/6
image

જેનિફરે કહ્યું કે બોરિસે તેને પર્સનલ તસવીરો શેર કરવાનું કહ્યું હતું. ત્યારબાદ તેણે બોરિસને પોતાની ટોપલેસ તસવીર મોકલી હતી. ત્યારબાદ પણ બોરિસે અનેકવાર આ પ્રકારની તસવીરો શેર કરવાનું કહ્યું હતું. જ્યારે પણ બોરિસ આવી તસવીરો જોવા માટે બેતાબ થતા ત્યારે જેનિફર પ્રોફેસન શૂટ કરાયેલી તસવીરો તેમને મોકલતી હતી. જેનિફરે દાવો કર્યો છે કે બોરિસે એક સરકારી વિદેશ પ્રવાસ દરમિયાન પણ અંતરંગ તસવીરો માટે 'ભીખ' માંગી હતી. (તસવીર સાભાર- મિરર )