ગુજરાતમાં અહી પૂજાય છે PM મોદી અને CM યોગી, લોકોએ ભગવાન રામના રક્ષક તરીકે ગણાવ્યા
PM Modi Temple ભરત ચુડાસમા/ભરૂચ : અંકલેશ્વરમાં પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાનું મંદિરમાં સ્થાપના કરી રક્ષક બનાવ્યા છે. મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની છે. રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટી માં અનોખુ મંદિર સ્થાનિકો દ્વારા ઉભું કરવામાં આવ્યું છે.
500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામ નિજ મંદિરમાં સ્થાપના કરવામાં આવતા રામ ભક્તો દ્વારા અનોખો ઉત્સાહ છે. ત્યારે આ વિશે આભાર વ્યક્ત કરવા અહીં પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાનું મંદિરમાં સ્થાપના કરી રક્ષક બનાવ્યા છે. મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની છે. રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટીમાં અનોખુ મંદિર સ્થાનિકો દ્વારા ઉભું કરવામાં આવ્યું છે.
રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટીમાં અનોખુ મંદિર સ્થાનિક રામ ભક્તો દ્વારા ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ મંદિરમાં પી.એમ મોદી અને યુપીના મુખ્યમંત્રીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. પી.એમ મોદીના અથાગ પ્રયત્નો થી અયોધ્યામાં રામ લલ્લા બિરાજ્યા છે. ભગવાન શ્રીરામના મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરી ભગવાન રામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ મંદિર બનાવનાર મોહનલાલ ગુપ્તા અને કિરણ ગુપ્તા કહે છે કે, 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં સિંહાસન પર ભગવાન શ્રી રામલલા બિરાજમાન થઈ ગયા છે. 5 વર્ષના રામલલ્લાને સોનાના આભૂષણોથી સજ્જ જોઈ સૌ કોઈ રામભક્ત ભાવુક થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રૂ. 20 લાખના ખર્ચે ભગવાન શ્રીરામ મંદિર સહિત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નો બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે. રામભક્ત દ્વારા પી.એમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો અનોખી રીતે આભાર માનવામાં આવ્યો છે. જેમાં ભક્તોએ વિધિ વિધાન સાથે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી છે.
એટલું જ નહીં, મંદિર ખાતે ભક્તો દ્વારા દરરોજ સવાર અને સાંજ ભગવાન શ્રીરામની આરતી કરવામાં આવે છે. આ સાથે જ દર શનિવારે સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ, મંદિરમાં સ્થાપિત PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથ ની પ્રતિમા આસપાસના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
Trending Photos