કણ કણમાં રામ : અહી ન તો રામજી મૂર્તિ છે, ન તો આરતી થાય છે, છતાં થાય છે રામ હોવાનો અહેસાસ
Ram Mandir In Surat Ram Mandir ચેતન પટેલ/સુરત : મંદિરમાં ભગવાનની પ્રતિમા ન હોય એ શક્ય જ નથી પરંતુ સુરતમાં એક એવો રામ મંદિર છે. જેમાં ભગવાન રામજીની પ્રતિમા નથી, આરતી પણ થતી છતાં ભગવાન શ્રીરામની અનુભૂતિ થાય છે. સુરત શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલા શ્રી રામ નામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભગવાનનો કોઈ ફોટો અથવા તો પ્રતિમા નથી પરંતુ એક ખાસ કારણસર આ રામ મંદિર છે
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રતિમા સ્થાપિત થશે અને સામાન્ય રીતે દરેક રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા પૂજાયમાન હોય છે. પરંતુ સુરતમાં એકમાત્ર એવો મંદિર છે જેમાં ભગવાન રામની પ્રતિમા નથી. પરંતુ ભગવાન રામની અનુભૂતિ દરેક ભક્તો કરતા હોય છે.
કહેવાય છે કે રામ કરતાં રામનું નામ મોટું છે. સુરતનાં શ્રી રામનામ મંદિરનો મહિમા અન્ય મંદિરો કરતા અલગ છે. શ્રીરામનામ મંદિર વિશ્વમાં એક એવું અનોખુ મંદિર છે કે જેનાં વિશે કદી જોયું કે સાંભળ્યું ના હોય. શ્રી રામનામ મંદિરમાં પ્રભુ શ્રીરામની પ્રતિમાનાં સ્થાને 1100 કરોડ રામના નામ છે.
મંદિરમાં ભગવાન રામ તો દેખાશે કહેવાય છે કે રામ સે બડા રામ કા નામ .. આજ કહેવતને સાર્થક કરતું આ મંદિર છે. જેમાં 1.5 લાખથી વધુ રામભક્તો દ્વારા લખાયેલ 1100 કરોડ રામ નામ મંત્ર સંખ્યા ધરાવતી 3 લાખથી વધુ રામનામ મંત્રલેખન બુક રૂપી તપ સંપૂટરૂપ પ્રભુની સ્થાપના કરવામાં આવી છે.
બહારથી આ મંદિર સામાન્ય મંદિરની જેમ દેખાશે. પરંતુ જ્યારે તમે આ મંદિરની અંદર પ્રવેશ કરશો ત્યારે આરામ મંદિરમાં ભગવાન રામ તો દેખાશે નહીં. પરંતુ ભગવાન રામની અનુભૂતિ તેમના નામની સાથે થશે. લાખો ભક્તો દ્વારા લખવામાં આવેલ રામ નામની પુસ્તકો આ મંદિરમાં છે, જેના કારણે આ મંદિરનું નામ શ્રી રામ નામ મંદિર છે.
આ ભગવાન રામના ભક્તો હસ્તે લખાયેલ રામ નામની પુસ્તકો થી તૈયાર થયેલ છે. આ રામ મંદિરની બીજી ખાસિયત છે કે ભગવાન રામની પ્રતિમા નથી. આરતી થતી નથી. પરંતુ 51 ફુટ ઉંચા પંચઘાતુ નિર્મિત વિશ્વ શાંતિ શ્રીરામ સ્તંભ નિર્માણ કરવામાં આવેલ છે. જે દાતાઓના દાનમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. લોકો પાસે ધાતુ ઉઘરાવી આ સ્તંભ તૈયાર કરાયો છે અને કેરળના કારીગરો દ્વારા આ સ્તંભ બનાવવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણ છે અને રામ સ્તંભની પવિત્ર ઉર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડે છે
Trending Photos