મોરબીના યુવાનમાં તિરંગા પ્રત્યે અનોખો પ્રેમ: દિવાસળીમાં અંકિત કર્યો લોગો, અડધા ઈંચનો બનાવ્યો 'નેનો તિરંગો'

હિમાંશુ ભટ્ટ/મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે લોકોમાં પણ અનોખો રાષ્ટ્ર પ્રેમ જોવા મળી રહ્યો છે. તેવા સમયે મોરબીમાં રહેતા યુવાને લાકડામાંથી માત્ર અડધા ઇંચનો તિરંગો બનાવ્યો છે, અને દીવાસળીમાં હર ઘર તિરંગાનો લોગો અંકિત કરેલ છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

1/9
image

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને દેશના દરેક નાગરિકે દેશની સાથે સીધા જ જોડાવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે. ત્યારે લોકો પોતાના ઘર, દુકાન અને કારખાના ઉપર તિરંગા લહેરાવવી રહ્યા છે.  

2/9
image

ઘણી સંસ્થાઓ દ્વારા લોકોને વિનામુલ્યે તિરંગા આપવામાં આવી રહ્યા છે, ત્યારે મોરબીમાં તખ્તસિંહજી રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં રહેતા યુવા કલાકાર નીતિનભાઈ પ્રજાપતિએ દીવાસળીમાં હર ઘર તિરંગાનો લોગો અંકિત કરેલ છે.

3/9
image

માત્ર અડધા ઇંચના લાકડામાં આબેહૂબ રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. જેથી કરીને આ યુવા કલાકારની કારીગીરીને જોઈને લોકો પણ તેની કલા કારીગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image