છુટ્ટા શાકભાજી ફેંકો, જેને વાગે એનું આખું વર્ષ સારું જાય ; કંઈક આવી છે ગુજરાતના આ ગામની ધૂળેટી

Unique Holi Celebration તેજસ દવે/મહેસાણા : મહેસાણા મહેસાણાના વિસનગરમાં ધૂળેટી પર્વે રમાય છે અનોખું ખાસડા યુદ્ધ, વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા, જેને ખાસડું વાગે એનું વર્ષ શુભ-ફળદાયી નીવડે એવી માન્યતા, હવે ખાસડાની જગ્યાએ શાકભાજી અને જૂતાએ લીધું સ્થાન, ૧૫૦થી વધુ વર્ષથી ચાલી આવે છે આ પરંપરા
 

1/9
image

આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ પણ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહી પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે. ખાસડું એટલે જૂતું. આ શહેરમાં છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. પરંતુ સમય જતા લોકો શાકભાજી પણ છુટ્ટા મારે છે. કહેવાય છે કે, રંગોની જગ્યાએ એકબીજા પર જુતા અને શાકભાજી ફેંકાય છે. જેને જુત્તુ વાગે એનું આખું વર્ષ સારું જાય.

2/9
image

વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહી પણ ખાસડા મારવામાં આવે છે. જેને વિસનગરના લોકૌ ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે. કહેવાય છે કે, આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે,  

3/9
image

આખુ વર્ષ જુના પુરાણા જુત્તા ભેગા કરાય છે. વર્ષોથી આ પરંપરા ચાલતી આવતી છે. આજે ધુળેટીના પર્વએ પણ ખાસ ખાસડા યુદ્ધ ખેલાયું.

4/9
image

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુળેટીના દિવસે ૧૦૦ વર્ષથી ખાસડા યુધ્ધની ઊજવણી કરવાની પરંપરા ચાલી આવે છે. જો કે, હવે ખાસડા સાથે શાકભાજી પણ મારવામાં આવે છે. વિસનગરના મંડીબજાર વિસ્તારમાં ધુળેટીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી, ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રામણો, કંસારા અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે. 

5/9
image

બંને જૂથોએ સામસામે ખાસડાં તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જા‍ય છે. આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે.

6/9
image

કહેવાય છે કે, જેને ખાસડું વાગે તેનું વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. વર્ષો પૂર્વે આ ખાસડા યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું, ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઇ છે, જે આજે પણ યથાવત છે. ફેર એટલો આવ્યો છે કે, હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે. તેનું સ્થાન બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગણ સહિ‌તનાં શાકભાજીએ લીધું છે. 

7/9
image

ધૂળેટીના દિવસે ૧૦૦ વર્ષથી વિસનગર વાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે. જો કે, હવે ખાસડાને બદલે શાકભાજીનો જ મારો ચલાવીને આ ઉજવણી થાય છે. 

8/9
image

આમ તો કોઇને શાકભાજી કે ખાસડુ છુટ્ટુ મારવામાં આવે તો ઝઘડો થઇ જાય. પણ ધૂળેટીના દિવસે વિસનગરમાં કોઇપણને શાકભાજી કે ખાસડુ મારવાની છૂટ છે. લોકે હોંશે હોંશે ખાસડા અને શાકભાજીનો માર ખમે છે. કારણ કે, જુત્તું ખાવાથી પણ વર્ષ સારું જાય છે ભાઈ. અને આ પણ એક અનોખી પરંપરા છે.  

9/9
image