PICS: આ મહિલા બેડરૂમમાં આરામથી સૂતા સૂતા મહિને 41 લાખ રૂપિયા કમાય છે, તમે પણ કરી શકો છો ધરખમ કમાણી

એક એવું કામ શરૂ કર્યું કે જેનાથી તે ઘર પર બેડ પર સૂતા સૂતા દર મહિને 41 લાખ રૂપિયા કમાઈ લે છે.

દરેક વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે અને એવા સમયમાં કેટલાક લોકો પોતાનું જીવન દોજખ કરી નાખે છે તો કેટલાક લોકો મુસીબતોનો સામનો કરીને મિસાલ કાયમ કરી નાખે છે. એવું જ કઈંક બ્રિટનમાં રહેતી 30 વર્ષની મિશેલ મોર્ગન સાથે થયું. વર્ષ 2019 તેના માટે ખુબ ખરાબ રહ્યું. પરંતુ તેણે હાર ન માની અને એક એવું કામ શરૂ કર્યું કે જેનાથી તે ઘર પર બેડ પર સૂતા સૂતા દર મહિને 41 લાખ રૂપિયા કમાઈ લે છે.

તલાક બાદ તૂટી ગઈ હતી મિશેલ

1/6
image

ધ સનના રિપોર્ટ મુજબ 30 વર્ષની મિશેલ મોર્ગનને વર્ષ 2019માં પતિએ ડિવોર્સ આપી દીધા. ત્યારબાદ બે સપ્તાહની અંદર જ તેના પ્રિય શ્વાનનું પણ મોત થુયં. જે ફક્ત 3 વર્ષનો હતો અને કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. ત્યારબાદ તે ખુબ જ પરેશાન રહેવા લાગી હતી. (તસવીર ધ સન)

તલાક કરતા શ્વાનના મોતનું દુ:ખ વધારે

2/6
image

ઈંગ્લેન્ડના વેલ્સમાં રહેતી મિશેલ મોર્ગન કહે છે કે તેના માટે ડિવોર્સથી વધુ મુશ્કેલ કૂતરાનું મોત હતું કારણ કે તેની સાથે તેને ખુબ લગાવ હતો. ત્યારબાદ તે ખુબ જ પરેશાન રહેવા લાગી. એક અઠવાડિયા સુધી તે પોતાના બેડ ઉપર જ પડી રહી. મિશેલ માટે આ ત્રણ અઠવાડિયા લાઈફના સૌથી મુશ્કેલ સમય હતો.  (તસવીર ધ સન)

હવે ઘરે બેઠા કમાય છે લાખો રૂપિયા

3/6
image

તલાક અને શ્વાનના મોત બાદ મિશેલ મર્ગન ખુબ પરેશાન રહેવા લાગી પરંતુ તેણે હાર ન માની અને પોતાની જાતને સંભાળી. જીવનને આગળ વધારવા માટે તેણે એવું કામ કર્યું કે જેનાથી તે હવે પોતાના ઘરમાં જ બેડ પર સૂતા સૂચા 40 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 41.21 લાખ રૂપિયા કમાઈ લે છે. (તસવીર ધ સન)

ડિજિટલ આર્ટ વર્ક શરૂ કર્યું

4/6
image

મિશેલ મોર્ગને ઘર પર રહી તે દરમિયાન આર્ટ વર્ક પર ધ્યાન આપ્યું અને કેટલાક અઠવાડિયાની ટ્રેનિંગ બાદ ડિજિટલ આર્ટ વર્ક શરૂ કરી દીધુ. ત્યારબાદ તેણે કેટલાક પૈસા સ્પેશિયલ ઈક્વિપમેન્ટ્સમાં ઈન્વેસ્ટ કર્યા અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો. (તસવીર ધ સન)

લોકડાઉન દરમિયાન બિઝનેસ વધ્યો

5/6
image

મિશેલ મોર્ગન જણાવે છે કે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન દરમિયાન મે બેડરૂમમાં આરામ કરતા કરતા મારો બિઝનેસ વધાર્યો. ગત વર્ષ એપ્રિલ અને જુલાઈ વચ્ચે મારા બિઝનેસ મિમો આર્ટ્સના માધ્યમથી 1.17 લાખ પાઉન્ડ એટલે કે 1.2 કરોડ રૂપિયાના ઓર્ડર વેચ્યા. (તસવીર ધ સન)

અનેક મોટી બ્રાન્ડ માટે કરી ચૂકી છે કામ

6/6
image

મિશેલના કામના ખુબ વખાણ થઈ રહ્યા છે અને દુનિયાની ટોપ બ્રાન્ડ્સ તેને હાયર કરવા માંગે છે. અત્યાર સુધીમાં તે અનેક જાણીતી બ્રાન્ડ માટે કામ કરી ચૂકી છે જેમાં Vogue, Prada, Chanel અને Christian Dior સામેલ છે. (તસવીર ધ સન)