PHOTOS: મહિલા ક્રિકેટની 3 જોડી, સાથે રમી, LOVE થયો અને કર્યાં લગ્ન

ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટની ખેલાડી હેલે જેનસને મેલબોર્ન સ્ટાર્સની ટીમની પોતાની સાથી પૂર્વ અને ઓસ્ટ્રેલિયાની ખેલાડી નિકોલા હેનકોકની સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં પરંપરાગત કટ્ટર હરીફ ટીમો છે. 

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ખેલાડી હેલે જેનસન  (Hayley Jensen)એ મેલબોર્ન સ્ટાર્સ ટીમની પોતાની પૂર્વ સાથી ઓસ્ટ્રેલિયાની નિકોલા હેનકોક (Nicola Hancock)ની સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન સમારોહ ગત સપ્તાહે યોજાયો હતો. બિગ બેશ લીગ  (Big Bash League) મેલબોર્ન સ્ટાર્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ લગ્નની જાણકારી આપી અને સાથે તેણે આ બંન્ને ખેલાડીઓને સફળ લગ્ન જીવન માટે શુભકામનાઓ આપી છે. જેનસન અને હેનકોક ગત ત્રણ વર્ષમાં સમલૈંગિક લગ્નના બંધનમાં બંધાયેલી ત્રીજી જોડી છે. આ પહેલા ક્રિકેટની દુનિયાની બે મહિલાઓની જોડી હંમેશા માટે એક-બજાની થઈ ગઈ છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ સંપૂર્ણ સ્ટોરી અને ફોટો... 

એમી અને લિયા

1/7
image

મહત્વનું છે કે, આ પહેલા 2017માં ન્યૂઝીલેન્ડની એમી સૈદરવેટ (Amy Saidarweight) અને લિયા તાહૂહૂ (Lea Tahuhu) લગ્નના બંધનમાં બંધાયા હતા. 

ડેન વાન નિએકેર્ક અને મેરિઝેન કાપ

2/7
image

ગત 20 જુલાઈએ દક્ષિણ આફ્રિકાની ડેન વોન ડિએકેર્ક (Dane` van Niekerk) અને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર મેરિઝેન કાપ (Marizanne Kapp)એ લગ્ન કર્યાં હતા. 

હેલે જેનસન અને નિકોલા હેનકોક

3/7
image

બિગ બેશ લીગ મેલબોર્ન સ્ટાર્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લગ્નની જાણકારી આપી અને આ સાથે તેણે જેનસન અને હેનકોકને સફળ લગ્ન જીવનની શુભકામનાઓ આપી છે. 

હેલે જેનસન અને નિકોલા હેનકોક

4/7
image

બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ માટે શરૂઆતી બે સિઝનમાં રમનારી ઓલરાઉન્ડર જેનસન ત્રીજી સિઝનમાં મેલબોર્ન રેનેગેડ્સ માટે રમી હતી. 

 

હેલે જેનસન અને નિકોલા હેનકોક

5/7
image

હેનકોક હજુ પણ ટીમ ગ્રીન નામથી જાણીતી આ ટીમ માટે બીબીએલમાં રમી રહી છે. 

હેલે જેનસન અને નિકોલા હેનકોક

6/7
image

26 વર્ષની જેનસને 2014માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીયમાં પર્દાપણ કર્યું હતું. 

હેલે જેનસન અને નિકોલા હેનકોક

7/7
image

બીજી તરફ 23 વર્ષની હેનકોકે ગત બીબીએલ સિઝનમાં 14 મેચોમાં 14 વિકેટ ઝડપી હતી અને બીજી સૌથી સફળ બોલર રહી હતી.