બંગાળની ખાડીમાં એક નહીં બે વરસાદી સિસ્ટમ સક્રિય! આ જિલ્લાઓમાં થશે જળબંબાકાર, ખાડીમાંથી આવી રહી છે મોટી આફત

Gujarat Heavy To Heavy Rains: હવામાન વિભાગે આગાહી કરી દીધી છે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. બંગાળની ખાડીમાં એક નહીં, પરંતુ બે- બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડશે. 18 જુલાઈથી સૌરાષ્ટ્ર-કચ્છ , ઉત્તર અને દક્ષિણ ગુજરાત પાણી-પાણી થશે. 18 તારીખે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે, જ્યારે 19 જુલાઈના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

1/5
image

સ્કાયમેટ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 1 અઠવાડિયું ફરી ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ કરી શકે છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. તેમજ દક્ષિણ- પૂર્વી ગુજરાતમાં ભારે વરસાદ થશે. કચ્છ અને જામનગર- દ્વારકામાં પણ વરસાદનું જોર સામાન્ય રહેશે. વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, ભાવનગર, તાપીમાં વરસાદ થસે. ઓફસોર ટ્રફ મજબૂત બનશે. બંગાળની ખાડીમાં નવું ચક્રવાત બનશે. 

16 જુલાઇએ અહી મેઘમહેરની આગાહી

2/5
image

16 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે 16 જૂલાઈ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આ તરફ 16 જૂલાઈએ  દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 

17 જુલાઇએ અહી મેઘમહેરની આગાહી

3/5
image

હવામાન વિભાગની આગાહી મુજબ 17 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. આ સાથે સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં વરસાદની આગાહી કરાઇ છે. 

18 જુલાઇએ અહી મેઘમહેરની આગાહી

4/5
image

આ તરફ 18 જૂલાઈએ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 18 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા અને પોરબંદરમાં વરસાદની આગાહી છે. 

19 જુલાઇએ અહી મેઘમહેરની આગાહી

5/5
image

હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂલાઈ વલસાડ, તાપી, ડાંગમાં વરસાદનું આગમન થશે. આ સાથે 19 જૂલાઈએ સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી છે.