અંબાજી નજીક ત્રિપલ અકસ્માત; પથ્થર ભરેલી ટ્રક પલટી જતા બે કારનો કચ્ચરઘાણ, બે લોકો ગંભીર
પરાગ અગ્રવાલ/અંબાજી: યાત્રાધામ અંબાજીથી માર્બલ ના ખંડા ભરેલી હાઇડ્રોલિક ટ્રક અંબાજીથી આબુરોડ તરફ જતા છાપરી પાસે વળાંકમાં પલ્ટી જતા અકસ્માત ની ઘટના સર્જાઈ છે.
ટ્રકનો આગળનો ભાગ જુટો પડી જતા પથ્થર ભપેલી ટ્રોલી ફોર્ચુન કાર ઉપર પડતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જ્યારે આબુરોડ તરફથી આવી રહેલી કીયા કાર પણ આ ઘટનાનો ભોગ બની હતા ને તેના ઉપર પણ પથ્થરો પડતા ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી જેમા બે લોકો ને ઇજા થઇ હતી.
સમગ્ર ઘટનામાં આવી રહેલા કારચાલકો આબુરોડ તરફથી અંબાજી તરફ આવી રહેલા હતા માર્બલ ના ખંડા ભરેલી ટ્રક તરફ જઈ હતી ને છાપરી પાસે આ અકસ્માતની ઘટના સર્જાતા આ ઘટનામાં બે મુસાફરોને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના છાપરી પાસેની હોવાથી છાપરી ચેકપોસ્ટના પોલીસ જવાનોને સમાચાર મળતા સ્થળે પહોંચ્યા હતા. દોઢથી બે કિલોમીટર લાંબા લાગેલા ટ્રાફિક જામને દૂર કરવાના પ્રયાસ કર્યા હતા. એટલું જ નહીં અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કરી છે.
અંબાજીથી છાપરી સુધીનો માર્ગ કરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના નથી. એટલું જ નહીં અગાઉ જ્યારે અડદ અને અંબાજી દાતા તરફનો ચાર માર્ગે રોડ બનાવવામાં આવ્યો ત્યારે અંબાજીથી છાપરી સુધીનો પણ ચાર લાઈન નો માર્ગ જાણવા મળ્યું છે પણ વન વિભાગના કેટલાક કારણે આ માર્ગ પહોળો ન થતા વારંવાર અકસ્માતની ઘટના સર્જાય છે.
સરકારે તાકીદે આ બાબતે લાવી અંબાજીથી છાપરી સુધીના વળાંક ભર્યા સીધો કરી ચાર માર્ગીય બનાવવામાં આવે માંગ હાલ પ્રબળ બની રહી છે.
Trending Photos