Trecking: ચોમાસામાં ટ્રેકિંગ કરવાનો આનંદ માણવો હોય તો આ 7 જગ્યા પર અચૂક જજો

નવી દિલ્લીઃ ભારતમાં અનેક એવી જગ્યા છે જે પોતાની સુંદરત માટે વિશ્વ વિખ્યાત છે. અહીંના ઝરણામાંથી પડતું પાણી અને બરફથી ઢંકાયેલા પહાડ અત્યંત મનમોહક લાગે છે. ચોમાસાના આ ત્રણ મહિના એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ ત્રણેય મહિનામાં લોકો વરસાદનો આનંદ ઉઠાવવા અને ટ્રેકિંગ કરવા માટે ખાસ આવે છે. જો તમે પણ ટ્રેકિંગના શોખીન છો તો આવો જાણીએ આ સુંદર જગ્યાઓ વિશે જે ટ્રેકિંગ માટે છે બેસ્ટ.

ફૂલોની ઘાટી અથવા વેલી ઓફ ફ્લાવર

1/7
image

ઉત્તરાખંડના ગોવિંદ ઘાટમાં ફૂલોની ઘાટી અથવા વેલી ઓફ ફ્લાવર્સ ટ્રેકિંગ માટે બેસ્ટ માનવામાં આવે છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે અને અહીં ટ્રેકિંગ કરવાનું ખાસ પસંદ કરે છે. આ ઘાટીમાં દરેક અઠવાડિયે અલગ અલગ રંગોના ફૂલ ખીલવાનો સિલસિલો યથાવત રહે છે. આ ટ્રેક એટલો સરળ છે કે કોઈપણ મુશ્કેલી વગર આરામથી પૂરો થઈ જાય છે.

વ્યાસ કુંડ

2/7
image

વ્યાસકુંડ એડવેન્ટર ટ્રેક મનાય છે. મનાલથી વહેતી વ્યાસ નદીમાં આ કુંડ મળે છે. હનુમાન ટિબ્બા, ફ્રેન્ડશીપ પીક અને શિતિધર જેવા અદભૂત પહાડની ટોચ પરથી આ ટ્રેક તમને જોવા મળે છે. આ સિવાય માઉન્ટ ઈન્દ્રસેન, દેવ ટિબ્બા અને પીર પંજાલ રેન્જ સહિતની અન્ય ટોચ પણ દેખાય છે. આ ટ્રેકને પૂરો કરવા માટે અંદાજિત 4 સમય જેટલો સમય લાગે છે.

હમ્પ્તા પાસ

3/7
image

હમ્પ્તા પાસ હિમાચલના ફૂલોની ઘાટી એટલે કે ફ્લાવર ઓફ વેલી કહેવામાં આવે છે. હિમાચલના મનાલીમાં આવેલો આ વિસ્તાર લીલોતરીવાળો છે અને ચારેય તરફ બરફથી ઢંકાયેલા પહાડ છે જે હમ્પ્તા પાસને વધુ સુંદર બનાવે છે. આ ટ્રેકને પૂરો કરવામાં 5થી 6 દિવસનો સમય લાગે છે. ટ્રેકિંગ કરતા સમયે તમને બરફથી ઢંકાયેલા પહાડ, ફૂલોની ઘાટી અને સ્પીતિના નિર્જન અને ઉબડખાબર રસ્તા મળે છે. ટ્રેકમાં ચંદ્રતાલની કેમ્પિંગ પણ સામે છે. તેમ છતાં આ ટ્રેક વધુ મુશ્કેલ નથી.

ભૃગુ ઝીલ

4/7
image

ભૃગુ ઝીલ ટ્રેકિંગ કરનારા માટે સૌથી પસંદગીનું સ્થળ છે. ભૃગુ ઝીલનો આખો ટ્રેક પૂરો કરવામાં અંદાજિત 4 દિવસનો સમય લાગી શકે છે. આ દરમિયાન પ્રવાસીઓને દેવદારના જંગલ અને સુંદર પહાડોના સુંદર દ્રશ્યો જોવા મળી શકે છે. ચોમાસામાં ટ્રેકિંગ કરનારા લોકો માટે મનાલીનો આ બેસ્ટ ટ્રેક છે.

પિન ભાબા પાસ

5/7
image

હિમાલયના ખોળામાં બરફના પહાડોથી ઢંકાયેલી પિન ભાભા ટ્રેક સૌથી મુશ્કેલ ટ્રેકમાંનો એક છે. ટ્રેકને પૂરો કરવા માટે અંદાજિત 9 દિવસનો સમય લાગે છે. આ ટ્રેક પર તમને પ્રકૃતિનો સૌથી સુંદર નજારો પણ જોવા મળી શકે છે. એક તરફ સ્પીતિ ઘાટીના પહાડ છે ત્યાં જ બીજી તરફ હરી ભરી ભાબા ઘાટીના મનમોહક દ્રશ્યો છે.

કાશ્મીર ગ્રેટ લેક્સ

6/7
image

સામાન્ય રીતે વધુ ઉંચાઈ વાળા ટ્રેક પરથી એક બે સરોવરને જોવા સામાન્ય હોય છે પણ કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક પરથી સાત અલ્પાઈન સરોવર દેખાય છે. આ દર વખતે પોતાની વિશાળતા અને સુંદરતાથી સૌને આશ્વર્યચકિત કરી દે છે. જમ્મુ-કાશ્મીરના ગગનગીર ક્ષેત્રમાં આવેલો આ ટ્રેક સૌથી સુંદર માનવામાં આવે છે. આ સરોવરના દ્રશ્યો અત્યંત સુંદર લાગે છે. આ સિવાય ચોમાસા પછી આ જ જગ્યાએ જમીન પર નાના નાના રંગબેરંગી ફૂલ પણ આકર્ષણ વધારે છે. આ ટ્રેકમાં સરોવર સિવાય મેપલના વૃક્ષ અને સતસરના મેદાન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ટ્રેક પૂર્ણ કરવામાં અંદાજિત 7 દિવસનો સમય લાગે છે. ટ્રેકનો રસ્તો વધુ સરળ પણ નથી અને વધુ અઘરો પણ નથી મનાતો.

તરસર માર્સર

7/7
image

તરસર માર્સર ભારતના સુંદર ટ્રેકમાંથી એક છે. લોકોને આ સરોવરનો સુંદર નજારો કાશ્મીરના ગ્રેટ લેક્સને પણ વધુ લલચાવે છે. આ સરોવર જમ્મુ-કાશ્મીરની અરુ ઘાટીમાં આવેલુ છે. લીલા રંગના આ સરોવર પાસે શિબિર બનાવી લોકો ટ્રેકિંગ કરે છે. પણ આ જગ્યાએ ટ્રેકિંગ કરવા માટે તમે અંદાજો ન લગાવી શકો કે અહીં જ તમારે ટ્રેકિંગ કરવાની છે. કારણ કે ક્યારેક આ સરોવર વહેતા પાણી જેવુ દેખાય છે તો ક્યારેક બરફથી ઢંકાયેલુ દેખાય છે. તરસર માર્સર ધરતી પર સ્વર્ગ સમાન છે. આ ટ્રેકને પૂર્ણ કરવામાં અંદાજિત 6થી 7 દિવસનો સમય લાગે છે. પણ વધુ મુશ્કેલી નથી થતી.