Best Horror Movies: આ હોરર ફિલ્મો જોવી કાચા પોચા લોકોનું કામ નથી, ભૂત આસપાસ ફરતું હોય તેવો અનુભવ કરાવે

Best Horror Movies: જો તમે પણ ઓટીટી પર હોરર અને ક્રાઈમ થ્રિલર ફિલ્મો જોવાના શોખીન છો તો આજે તમને 5 એવી ફિલ્મો વિશે જણાવીએ જે તમારી રાતની ઊંઘ ઉડાડી શકે છે. આ ફિલ્મો જોવી કાચા પોચા મનની માણસનું કામ નથી. આ ફિલ્મ જોયા પછી ખરેખર ભૂત હોય તેવું લાગવા લાગે છે.

ધ એક્સોર્સીસ્ટ

1/5
image

આ ફિલ્મમાં એક નાનકડી બાળકી પર શેતાન હાવી થઈ જાય છે. આ ફિલ્મમાં દેખાડેલા કેટલાક દ્રશ્ય એટલા ભયાનક છે કે ફિલ્મ જોયા પછી મહિનાઓ સુધી લોકો તેને યાદ કરીને ડરે છે. 

ભૂત 

2/5
image

 ઉર્મિલા માતોડકર અને અજય દેવગનની આ ફિલ્મ એટલી ભયાનક છે કે જોનારના રુવાડા ઉભા થઈ જાય. એક ભૂતિયા ઘરમાં જ્યારે આ બંને રહેવા આવે છે ત્યાર પછી ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે.

ધ કોન્જુરિંગ

3/5
image

આપેલ અસલી ઘટનાઓ પર આધારિત છે. જેમાં એક પરિવારને ભૂત પરેશાન કરે છે આ અત્યાર સુધીની સૌથી હોરર ફિલ્મ માનવામાં આવે છે. 

ધ સાઇલેન્ટ હીલ 

4/5
image

આ ફિલ્મ એક એવા શહેરની વાર્તા છે જ્યાં ખૂબ જ ધુમ્મસ રહે છે. પરંતુ આ ફિલ્મના કેટલાક સીન ખૂબ જ ભયંકર છે 

ધ શાઇનિંગ 

5/5
image

આ ફિલ્મ ખૂબ જ ડરાવી દે તેવી છે. આ ફિલ્મ એક હોટલમાં રહેતા એક પરિવારની વાર્તા છે. આ ફિલ્મ જોવી કાચા પોચા મનના માણસનું કામ નથી.