આ છે 2019ની સૌથી કમાણી કરનારી ફિલ્મો, નામ જાણવા કરો ક્લિક...

2020ના આગમને હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે 2019 પર એક નજર ફેરવવી જરૂરી છે. આ વર્ષે ઉરી (Uri) અને આર્ટિકલ 15 (Article 15) જેવી મજબૂત સ્ટોરીલાઇનવાળી ફિલ્મો રિલીઝ થઈ છે. અહીં એવી 10 ફિલ્મોની યાદી આપવામાં આવી છે જેણે 2019માં સૌથી વધારે કમાણી કરી છે. 

10. Super 30 - 208.93 કરોડ

1/10
image

ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બનેલી સુપર 30માં એક્ટર હૃતિક રોશને તેમનો રોલ ભજવ્યો હતો. 

9. Chhichhore - 212.67 કરોડ

2/10
image

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) અને સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ચમકાવતી આ ફિલ્મમાં મિત્રતાની વાર્તા છે. 

8. Total Dhamaal - 228.27 crore

3/10
image

ટોટલ ધમાલમાં લાંબા સમય પછી અનિલ કપૂર (Anil Kapoor) અને માધુરી દીક્ષિત (Madhuri Dixit)ની જોડી પડદા પર ફરીવાર સાથે જોવા મળી હતી.   

7. Gully Boy - 238.16 crore

4/10
image

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણવીર સિંહ (Ranveer Singh)ને લઈને ફિલ્મમેકર ઝોયા અખ્તરે બનાવેલી આ ફિલ્મને સારી એવી સફળતા મળી હતી. 

6. Housefull 4 - 278.78 crore

5/10
image

હાઉસફૂલ સિરીઝની આ ચોથી ફિલ્મે તેની આગળની તમામ સિરીઝની જેમ સારો વકરો કર્યો હતો. 

5. Mission Mangal - 290.02 crore

6/10
image

વિદ્યા બાલન (Vidya Balan), તાપસી પન્નુ (Tapsee Pannu), સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને અક્ષય કુમાર (Akshay Kumar) અભિનીત બોલિવૂડની આ ફિલ્મે 2019ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. 

4. Bharat - 325.58 crore

7/10
image

કેટરિના કૈફ (Katrina Kaif) અને સલમાન ખાન (Salman Khan) અભિનીત આ ફિલ્મને વિવેચકોની ટીકાનો સામનો કરવો પડ્યો હતો પણ એણે બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. 

3. Uri: The Surgical Strike - 342.06 crore

8/10
image

વિકી કૌશલ (Vicky Kaushal)ની આ ફિલ્મે ભારતીયોના દિલ જીતી લીધા હતા અને તે 2019ની બેસ્ટ ફિલ્મ સાબિત થઈ હતી. 

2. Kabir Singh - 379.02 crore

9/10
image

આ ચર્ચાસ્પદ ફિલ્મ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે અને કમાણીની યાદીમાં એ  બીજા નંબરે રહી છે. 

1. વોર - 474.79 crore

10/10
image

હૃતિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રોફ (Tiger Shroff) અભિનીત આ ફિલ્મમાં સ્ટોરીલાઇન ખાસ નહોતી પણ એના એક્શન દ્રશ્યોને કારણે ફિલ્મને સારી એવી સફળતા મળી છે.