TikTok પરથી હટશે પ્રતિબંધ? ચાઈનીઝ એપ અંગે આવ્યા સૌથી મોટા અપડેટ...ખાસ જાણો

TikTok ઈન્ડિયા હેડ નિખિલ ગાંધીએ ભારતમાં કંપનીના કર્મચારીઓને એક મેઈલ કર્યો છે. આ મેઈલમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે TikTokની ભારતમાં વાપસી માટે પૂરેપૂરી કોશિશ થઈ રહી છે. 
 

નવી દિલ્હી: ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોક (TikTok)ને બંધ થયે  ચાર મહિનાથી વધુ સમય પસાર થઈ ગયો છે. આ બધા વચ્ચે અનેક દેશી શોર્ટ વીડિયો એપ પણ લોન્ચ થઈ પરંતુ ટિકટોકના ફેન્સ અને યૂઝર્સ હજું પણ આશાભરી નજરે ટિકટોક સામે જોયા કરે છે. આવામાં એવા અહેવાલ આવ્યા છે કે PUBGની જેમ જ TikTok પણ ભારતમાં કમબેક કરી શકે છે. જાણો લેટેસ્ટ અપડેટ...

120 મિલિયનથી વધુ છે એક્ટિવ યૂઝર્સ

1/4
image

2019માં મળેલા આંકડા મુજબ ભારતમાં ટિકટોકના 120 મિલિયન કરતા પણ વધુ એક્ટિવ યૂઝર્સ છે. 2019માં ફ્રી એપ્સ પ્રમાણે ટિકટોક બીજી સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી એપ છે. 

2000થી વધુ કર્મચારીઓ

2/4
image

નોંધનીય છે કે TikTokની પેરેન્ટ કંપની Bytedanceમાં સેંકડો ભારતીય કર્મચારીઓ કામ કરે છે. ટિકટોક અને હેલો બંને કંપનીઓના મળીને લગભગ 2000 કર્મચારીઓ છે. 

TikTok હેડ નિખિલ ગાંધીએ કર્મચારીઓને કર્યો મેઈલ

3/4
image

મળતી માહિતી મુજબ TikTok ઈન્ડિયાના હેડ નિખિલ ગાંધીએ ભારતમાં કર્મચારીઓને એક ઈમેઈલ કર્યો છે. આ મેઈલમાં એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે TikTok ની ભારતમાં વાપસી માટે પૂરેપૂરી તૈયારીઓ થઈ રહી છે.   

વાપસીનો જતાવ્યો ભરોસો

4/4
image

ટેક સાઈટ ગિઝબોટના જણાવ્યા મુજબ હવે TikTok પણ ભારતમાં વાપસી કરી શકે છે. ચીની એપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર સાથે વાતચીત કરીને આ એપ પર લાગેલો પ્રતિબંધ દૂર થઈ શકે છે.