'ચક્કર ચડે' તેવી આગાહી! ગુજરાતના આ વિસ્તારો માટે જાહેર કરાયું એલર્ટ! આ રાઉન્ડ છે ભારેથી અતિભારે

Ambalal Patel Prediction: ગુજરાતમાં એક સાથે વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની ફરી એક મોટી આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

1/11
image

એક-બે નહીં, ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના સેવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

2/11
image

છોટાઉદેપુરના ક્વાંટના રેણદી નજીકથી પસાર થતી સાપણ નદીના છે. સાપણ નદી વરસાદની સિઝન દરમિયાન બીજી વખત ગાંડીતુર બની છે. તો કરા નદીમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ જોવ મળ્યો. મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદના લીધે નદીમાં પાણીની આવક થઈ છે. નદીમાં પાણીની આવક થતાં ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

3/11
image

અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી ગોવિંદપુર ગામની સ્થાનિક પિલુકિયો નદીમાં પૂર આવ્યું છે. પિલુકિયો નદીમાં પૂર આવતા નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે...લાંબા વિરામ પછી વરસાદ વરસતા અને નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે. અમરેલીના ખાંભાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી બોરાળા અને ચકરાવા ગામમાંથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. 

4/11
image

અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે...શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો છે. ખોડિયાર ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સાથે નદીના પટમાં નહીં જવાની પણ સૂચના અપાઈ છે. તો તાપીના ઉકાઈ ડેમની જળસપાટી રૂલ લેવલને પાર પહોંચી છે...ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં 45 હજાર 965 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલીને રૂલ લેવલ જાળવવા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.  

આણંદ જિલ્લામાં દોઢ ઈંચ વરસાદ

5/11
image

આણંદના ખંભાતમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો. ખંભાતમાં ભારે વરસાદને પગલે રસ્તા પાણી પાણી થયા છે. ખંભાતના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો સોજીત્રામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આણંદ જિલ્લામા અડધા કલાકમાં દોઢ ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઈ ગયું. મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે..ખેડા, આણંદ, છોટાઉદેપુર સહિતના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આણંદમાં ભારે વરસાદથી નિચાણવાળ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા.

સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદ

6/11
image

સતત બીજા દિવસે અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થયા. અમદાવાદના ઘાટલોડિયા, શાહીબાગ, અસારવા, નરોડા, નિકોલ, સરદારનગર, કુબેનગર, નોબલનગર અને નાનાચિલોડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોમાં ખુશી પણ જોવા મળી કેમ કે લાંબા દિવસના વિરામ પછી ફરી એકવાર અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં વરસાદ વરસે કે તરત જ પાણી ભરાઈ જવાનું શરૂ થઈ જાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અમદાવાદના એરપોર્ટ રોડ પર પાણી ભરાઈ ગયું. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સ્થિતિથી લોકોની મુશ્કેલી વધી છે. અવિરત વરસાદ વરશે તો અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થવાની શક્યતા છે. કુબેરનગર વિસ્તારમાં આવેલા બજારમાં વરસાદી પાણી ભરાય ગયા હતા. ગટરના પાણી ઉભરાયને બહાર આવ્યા અને વરસાદી પાણી ભરાવવાના કારણે બજારમાં પાણી ભરાઇ ગયા.

વરસાદથી નદી-નાળા છલકાયા

7/11
image

છોટાઉદેપુર જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજવાસણાનો આડબંધ ઓવરફ્લો થયો છે. રાજવાસણા આડબંધ ઓવરફ્લો થતાં આહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા રાજવાસણા આડબંધ ઓવરફ્લો થયાના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના ઉમરપાડામાં ભારે વરસાદથી દેવઘાટના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દેવઘાટ ઘોઘના મનમોહક આકાશી દ્રશ્યો. ધોધમાર વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સુરતના ઉમરપાડા, વડપાડા અને કેવડી સહિતના ગામમાં વરસાદથી નદી-નાળા છલકાયા છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. 

ખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો

8/11
image

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી નડિયાદમાં નિચાણવાળા વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા. મધ્ય ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે નડિયાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નડિયાદના આઈજી માર્ગ, નાના કુંભનાથ રોડ, રબારી વિસ્તાર અને કોલેજ રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. 

9/11
image

નજીવા વરસાદમાં જ પાણી ભરાતા તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ છે, પાણી ભરાઈ જતાં વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. નડિયાદ, મહુધા અને મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડાના રબારીવાડ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે...રબારીવાડ વિસ્તારમાં અનેક હોસ્પિટલ આવેલી છે. અહીંયાના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે...નડિયાદના અનેક વિસ્તાર પાણીથી તરબોળ થયા છે જો કે હજુ પણ અવરિત વરસાદથી પાણી ભરાઈ ગયા છે.

ખેડાના કપડવંજમાં ધોધમાર વરસાદ

10/11
image

ખેડાના કપડવંજ અને કઠલાલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. કપડવંજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. લાંબા વિરામ પછી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં લોકોમાં ખુશી જોવા મળી.

અરવલ્લીના માલપુરમાં વરસાદ

11/11
image

અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. એક કલાકમાં પોણા બે ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાઈ ગયા. માલપુરના રસ્તા નદી બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તો માલપુર બસ સ્ટેશન સામે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. દર વર્ષે આવી જ રીતે નજીવા વરસાદમાં અનેક વિસ્તાર પાણીથી તરબોળ થઈ જાય છે. તો મોડસા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસાની પેલેટ ચોકડી પાસે દ્વારકાપુરી આગળ પાણી ફરી વળ્યા. પાણીનો નિકાલ ન થતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લા સેવા સદન પાસે હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા.