PICS : આ પ્રોફેસરને જોઈને દિમાગની બત્તી થઈ જશે ગુલ, એકદમ છે અમિતાભની કોપી

પ્રોફેસર શશિકાંત પેડવાલ (Shashikant Pedwal) સરકારી ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ લોનાવાલા-પુણેમાં ભણાવે છે પણ તેઓ તેમના લુક્સ અને અવાજને કારણે વધારે લોકપ્રિય છે. તેમનું વ્યક્તિત્વ અભિનેતા અમિતાભ બચ્ચનને મળતું આવે છે. પ્રોફેસર શશિકાંત જ્યારે દસમા ધોરણમાં હતા ત્યારે તેમના મિત્રોએ જણાવ્યું હતું કે તેનો અવાજ, ઉંચાઈ અને ચહેરો અમિતાભને મળતો આવે છે. આ પછી પ્રોફેસર શશિકાંતે ઇરાદાપૂર્વક અમિતાભ બચ્ચનની હેર સ્ટાઇલ અને અંદાઝની નકલ કરવાનું શરૂ કર્યું. આજે આ વાતને પણ 30 વર્ષ થઈ ગયા છે. 

નવી દિલ્હી : પ્રોફેસર શશિકાંત પેડવાલ (Shashikant Pedwal) સરકારી ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ લોનાવાલા-પુણેમાં ભણાવે છે પણ તેઓ તેમના લુક્સ અને અવાજને કારણે વધારે લોકપ્રિય છે. તેમનું વ્યક્તિત્વ અભિનેતા અમિતાભ બચ્ચનને મળતું આવે છે. પ્રોફેસર શશિકાંત જ્યારે દસમા ધોરણમાં હતા ત્યારે તેમના મિત્રોએ જણાવ્યું હતું કે તેનો અવાજ, ઉંચાઈ અને ચહેરો અમિતાભને મળતો આવે છે. આ પછી પ્રોફેસર શશિકાંતે ઇરાદાપૂર્વક અમિતાભ બચ્ચનની હેર સ્ટાઇલ અને અંદાઝની નકલ કરવાનું શરૂ કર્યું. આજે આ વાતને પણ 30 વર્ષ થઈ ગયા છે. 

1/5
image

પ્રોફેસર પેડવાલ અનેક કોર્પોરેટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેઓ કેટલીક એડમાં પણ કામ કરી ચૂક્યા છે અને અનેક કાર્યક્રમોમાં અમિતાભના ડુુપ્લિકેટ તરીકે હાજરી આપે છે. 

2/5
image

સીઆરઆઇ સાથે થયેલી ખાસ વાતચીતમાં પ્રોફેસર પેડવાલએ જણાવ્યું છે કે તેઓ 1991થી અમિતાભ બચ્ચનના અવાજની નકલ કરી રહ્યા છે. તેઓએ દસ વર્ષ પહેલાં અમિતાભ જેવો ગેટઅપ અપનાવ્યો હતો. 

3/5
image

પ્રોફેસર પેડવાલ અનેક જાહેરાતોમાં કામ કરી ચુક્યા છે. તેઓ હાલમાં બે મરાઠી ફિલ્મોમાં કામ કર્યા પછી હવે હિન્દી ફિલ્મોમાં કામ કરવાના છે. તેમના ટીક ટોક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. 

4/5
image

ભવિષ્ય વિશે પ્રોફેસર પેડવાલે કહ્યું છે કે તે અમિતાભ બચ્ચનના લુક સાથે સામાજિક કાર્ય પણ કરવા ઇચ્છે છે. 

5/5
image

પ્રોફેસર શશિકાંત એક વૃદ્ધાશ્રમની પણ સ્થાપના કરવા ઇચ્છે છે જે દેશના યુવાનો તેમજ વૃદ્ધ લોકો સાથે મળીને ચલાવશે. (ફોટો સાભાર : તમામ તસવીરો ઇન્ટાગ્રામ પરથી લેવાઈ છે)