આ ખેડૂતે કરી યુટ્યુબના વીડિયો જોઇ ડ્રેગન ફ્રુટની ખેતી, કરે છે લાખોની કમાણી

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના હબીપુરા ગામના  એક પટેલ ખેડૂતે યુટ્યુબ એપ્લીકેશનના સહારે ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે. 

ખેડુતે યુટ્યુબ એપ્લીકેશનનો ઉપયોગ કરીને ડ્રેગન ફ્રુટની કરી ખેતી

1/7
image

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના હબીપુરા ગામના ખેડુતે યુટ્યુબ એપ્લીકેશનના સહારે ડ્રેગન ફ્રુટની ખેતી કરી વર્ષે લાખો રુપિયાની કમાણી કરે છે. એટલુ જ નહિ પોતાની જમીનનો ઉપયોગ કરી ઓરગેનીક ખાતરનો પ્લાન્ટ ઉભો કરી પોતાના પ્લાન્ટ માજ બનાવેલ ખાતરનો ઉપયોગ કરી ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે.

વિડિયો જોયા બાદ આ ફ્રુટની ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ

2/7
image

હરમાનભાઇ પટેલ પોતાના મોબાઇલ ફોનમાં યુટ્યુબ એપ્લીકેશનમાં અવનવી ખેતી વિષે માહિતી મેળવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે થાઇલેન્ડ, ઓષ્ટ્રેલિયા જેવા દેશો વધુ ઉત્પાદન થતુ ડ્રેગ્ન ફ્રુટ નામના એક ફ્રુટનો વિડિયો સામે આવ્યો ત્યાર બાદ આ વિડિયો જોયા બાદ તે ઓએ આ ફ્રુટ ની ખેતી કરવાનુ નક્કી કર્યુ હતુ.

હરમાનભાઇ પટેલે રોજીદા પાકને પડતા મુકી બાગાયત ખેતીની બાજુ વળ્યા

3/7
image

હાલ શોસીયલ મિડિયા એટલુ બધુ આગળ વધી ગયુ છે કે કોઇપણ દેશ મા થતી ખેતી નો વિડિયો આપ ગમે તે સમયે નિહાળી શકો છે. વડોદરાના મોટા હબીપુરા ગામના ખેડુતે હરમાનભાઇ પટેલે રોજીદા પાકને પડતા મુકી બાગાયત ખેતીની બાજુ વળ્યા છે. અને આજે એ વર્ષે લાખો રુપિયાની કમાણી કરી રહ્યા છે. 

ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરનાર ખેડુત પાસેથી પાકની માહિતી મેળવી હતી

4/7
image

જાણકારી મેળવવા શોસીયલ મિડિયાનો સહારો લઇને હતો જ્યા તેમને જાણકારી મળી કે આ ડ્રેગ્ન ફ્રુટની ખેતી મહારાષ્ટ્રના નદુરગામના ખેડુતે આ ખેતી કરી છે જે આધારે હરમાનભાઇ પટેલે મહારાષ્ટ્રના નદુરગામ ખાતે પોહચી ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરનાર ખેડુત પાસેથી પાકની માહિતી લઇ પોતે જ આ પાકની શરુઆત કરી હતી. 

પાક નિષ્ફળ જવાનો હતો ડર

5/7
image

શરૂઆતમા તેમને પાક નિષ્ફળ જવાનો ડર લાગતો હતો પરતુ યુટ્યુબ ઉપર વધુ વીડિયો નિહાળી પાકની વાવણીની શરુઆત કરી શરુઆતમાં 1 વીઘાથી શરુઆત કરનાર હરમાન ભાઇ આજે પોતાની 10 વીઘાની જમીનમાં આ ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરી વર્ષે લાખો રુપિયા ની કમાણી કરે છે ઓછી મેહનત અને વળતર વધારે મળતા આજે 40 વીઘા સુધી જમીનમાં ડ્રેગ્ન ફુટની ખેતી કરવાનુ હરમાન વિચાર કરી રહ્યા છે.   

માર્કેટમાં આ ફળનું સારૂ વળતર

6/7
image

માર્કેટમાં એક ફ્રુટનો ભાવ 70 થી 80 રુપિયાનો છે અને જો રિટેલમાં લેવામા આવે તો ૩૦૦ થી ૪૦૦ રૂપિયે કિલોના ભાવે ડ્રેગ્ન ફ્રુટ માર્કટમાં મળે છે. આ મોઘવારીંમાં ખેડૂતોનો પરિવાર પણ ન ચાલી શકે જેથી જો આ ડ્રેગ્ન ફ્રુટ જેવા પાકો લેવામા આવે તો ઓછી જમીને વધુ નફો મેળવી શકે તેમ છે આ ફ્રુટ નો ઉપાડ એટલા માટે છે કારણ કે આ ફ્રુટ ડેન્ગ્યુ, ચિકનગુનિયા,શાધા ના દુખાવો, ભલ્ડ પ્રેશર જેવી અનેક બિમારી ઓ ચપટી મા મટાડી દે છે, અને ડોકટરો પણ આ ફ્રુટનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે.

ખેતી માટે ઘરે જ બનાવે છે ઓરગેનિક ખાતર

7/7
image

હરમાનભાઇ પટેલે તેમની બુદ્ધિ વળે પોતાની જમીનનો ઉપયોગ કરી ઓરગેનીક ખાતરનો પ્લાન્ટ ઉભો કરી પોતાના પ્લાન્ટ માંજ બનાવેલ ખાતર નો ઉપયોગ કરી ડ્રેગ્ન ફ્રુટની ખેતી કરે છે. જેમા રાસાયણ ખાતરનો જરા પણ ઉપયોગ નથી કરી રહ્યા. આ હરમાનભાઇ ઓરગેનીક ખાતર બનાવવા ગાય ના મળ મુત્ર, ગાય નુ ધી, ગાયનુ દહી, દિવેલીનો ઘોળ અને ગોળ, કેળા જેવા અનેક વસ્તુની ભેળવી ઓરગેનીક ખાતર બનાવી ડ્રેગ્ન ફ્રુટ ની ખેતી કરી રહ્યા છે જે  ડભોઇ તાલુકાના ખેડુતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.