ઉંમર ફક્ત 8 વર્ષ, કમાણી 184 કરોડ રૂપિયા, આ છે YouTube સેલિબ્રિટી

YouTubeમાં સૌથી વધુ કમાણી કરનર કોઇ હોલિવુડ સ્ટાર (Hollywood Star)નથી. સૌથી વધુ કમાણી કરનાર લોકો એકદમ સામાન્ય છે. તો નાના બાળકો ટોપ થ્રી કમાણી કરનારામાં સામેલ છે. જાણો કોણ છે YouTubeના ટોપ અર્નર (YouTube Top Earners).

નવી દિલ્હી: પૈસા કમાવવાની કોઇ ઉંમર હોતી નથી. પૈસા કમાવવા માટે હવે કોઇ નક્કી ઉંમરને પાર કરવાની જરૂર પણ ખતમ થઇ ગઇ છે. આજે અમે તમને કેટલાક એવા લોકો વિશે જણાવી રહ્યા છે જે Youtubeમાં પોતાના વીડિયો અપલોડ કરીને કરોડો રૂપિયા કમાય છે. આ લિસ્ટમાં જેમના નામ સૌથી ઉપર છે તેની ઉંમર  માત્ર 8 વર્ષ છે. આવો જાણીએ Youtubeના ટોપ સેલિબ્રિટીઝ વિશે... 

Rhett and Link કમાઇ છે 129 કરોડ રૂપિયા

1/4
image

રેથ અને લિંક (Rhett and Link)કમાલના કોમેડિયન છે. પોતાના ફની વીડિયોથી લોકોને હસાવવામાં માહિર આ જોડી Youtubeમાં સૌથી વધુ પૈસા કમાણી કરનારાઓમાં સામેલ છે. આ બંનેની Youtubeથી વાર્ષિક આવક લગભગ 17.5 મિલિયન (લગભગ 129 કરોડ રૂપિયા) છે.

Nastya વાર્ષિક કમાણી કરે છે 132 કરોડ રૂપિયા

2/4
image

રશિયન-અમેરિક Nastya ફક્ત 6 વર્ષની છે. પરંતુ Youtubeથી તેની વાર્ષિક કમાણી લગભગ 18 મિલિયન ડોલર (લગભગ 132 કરોડ) રૂપિયા છે. Nastya વીડિયો પ્લેટફોર્મ Youtubeમાં 6 ચેનલ ચલાવે છે. પોતાની એજ્યુકેશનલ અને ફન વીડિયોના લીધે Nastya ખૂબ પોપ્યુલર છે. 

Dude Perfectની કમાણી છે 147 કરોડ રૂપિયા

3/4
image

પાંચ મિત્રોની ટીમ, ડૂડ પર્ફેક્ટ (Dude Perfect)વીડિયો પ્લેટફોર્મ Youtubeમાં બીજી સૌથી મોટી કમાણી કરનાર ચેનલ છે. પાંચ મિત્રો પોતાના વીડિયોમાં ક્રેજી ટ્રિક્સ કરે છે. આખી દુનિયામાં તેમના વીડિયો ખૂબ પોપ્યુલર છે. 2019માં ફક્ત  Youtube પરથી આ ગ્રુપની કમાણી 20 મિલિયન ડોલર (લગભગ 147 કરોડ રૂપિયા) હતી. 

Ryan Kaji કમાઇ છે 184 કરોડ રૂપિયા

4/4
image

રેયાન કાજી (Ryan Kaji)ની ઉંમર ફક્ત 8 વર્ષ છે. પરંતુ તેમની ઉંમરથી તેમને નાના સમજવાની ભૂલ કરશો નહી. રેયાન અત્યારે Youtubeમાં સૌથી વધુ પૈસા કમાનાર વ્યક્તિ છે. ટેક સાઇટ pocket-lintના રિપોર્ટ અનુસાર રેયાને લગભગ ગત વર્ષે  Youtube દ્વારા 25 મિલિયન ડોલર (લગભગ 184 કરોડ રૂપિયા) કમાણી કરી. રેયાન એક એજ્યુકેશનલ પ્લેટફોર્મ માટે વીડિયો બનાવે છે.