આ તસવીરો જોઈને તમારો પરસેવો છૂટી જશે! એક-બે નહિ, વડોદરામાં આવા ઢગલાબંધ મહાકાય મગર બહાર આવ્યા
Vadodara Floods : વડોદરામાં પૂરના પાણી કરતા લોકોને સૌથી મોટો ખતરો મગરનો હોય છે. હાલ તો શહેર પરથી પૂરનું સંકટ ટળી રહ્યુઁ છે. પરંતું જેમ જેમ વિશ્વામિત્રી નદીના પાણી ઉતરી રહ્યા છે, તેમ મગરો બહાર આવી જવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. મગરોના ડરના કારણે નજીવા પાણીમાં પણ મદદ માટે નથી જઈ શકતા. ત્યારે વિવિધ વિસ્તારોમાંથી મગરના રેસ્ક્યૂની ખબર આવી રહી છે.
અવસર પાર્ટી પ્લોટ સામે રોડ પર મહાકાય મગર આવી ગયો હતો. 10 ફૂટના મગરને રેસ્ક્યૂ કરી ટીમે પક્યો હતો. ઘૂંટણસમા પાણીમાં મગરનુ રેસ્ક્યૂ કરાયું, ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરાની એમ એસ યુનિ.માં મહાકાય મગર નીકળ્યો હતો. આર્ટસ ફેકલ્ટી પાસે 9 ફૂટનો મહાકાય મગર નીકળતા દોડધામ થઈ હતી. વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. મગરને જોવા લોકોના ટોળા ભેગા થયા હતા.
નાગરવાડા નવી ધરતી પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મસમોટો મગર દેખાયો. નદીનાં કાઠે આવેલ વસવાટનાં મકાનની છત પર મગર દેખાયો. છત પર આરામ ફરમાવતો મસમોટો મગર નજરે પડતા જ લોકો ગભરાયા હતા. પૂરના પાણીમાં પણ અન્ય મગરો નજરે પડ્યા. મગરને જોવા માટે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા.
વડોદરા કામનાથ નગર નરહરી હોસ્પિટલ રોડ મગર 15 ફૂટ રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાયા છે કામનાથ નગર ઘરમાં પાણી ઉતરતા મગર આવી ચઢ્યો હતો. મગર 15 ફૂટનો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનજીઓ સાથે મળીને રેસ્ક્યૂ કરાયું.
વિશ્વામિત્રી નદીની સપાટીમાં થયો ઘટાડો
વિશ્વામિત્રી નદીની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. સમા રોડ, વુડા સર્કલ, ફતેગંજ , સયાજીગંજ કાલાઘોડા સહિતના વિસ્તારોમાં કાલની સરખામણીએ સ્થિતિ સુધરી છે. પાણી ઉતારતા ખુશી પણ તે બાદના દ્રશ્યોને લઈને દુઃખના લાગણીસભર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. પાણી ઓસર્યા બાદ પારાવાર નુકશાનીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ. પૂરના પાણીમાં તણાઈ આવેલા વાહનોનો ઢગલો દ્રશ્યમાન થયો. સમા વિસ્તારની દુકાનોમાં ગઈકાલે 8 ફૂટથી વધારે પાણી હતા. પાણી ઉતરતા દુકાનોમાં થયેલું નુકશાન સામે આવ્યું. મધ્યમવર્ગીય પરિવારની કરીયાણાની દુકાન સંપૂર્ણ નષ્ટ થઈ. પરિવારના નાના બાળકોથી લઇ વૃદ્ધ સુધીના સભ્યો બચેલો સમાન એકઠો કરવામાં લાગ્યા. નાની બાળકીઓ પણ પરિવારની મદદે આવતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન છે. પાણી ઉતાર્યા બાદ પણ તંત્રમાંથી કોઈ મદદ નથી મળી, કોઈ જોવા પણ નથી આવ્યું તેવું લોકોનું કહેવુ છે.
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ અંગે મેળવી જાણકારી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ આજે સવારે પુનઃ એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.
વડોદરા શહેરમાં આવેલી પડેલી વિભિષિકામાં રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના ધાડા વડોદરા ઉતારવામાં આવ્યા છે. પ્રભારી સચિવ વિનોદ રાવે વડોદરા શહેરમાં મુકામ કરી તેમના મ્યુનિસિપલ કમિશનર તરીકેના અનુભવોથી માર્ગદર્શન આપી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી અતુલ ગોરને પણ વહીવટી તંત્રની મદદ માટે વડોદરા મોકલવામાં આવ્યા છે.
વડોદરામાં આવેલા પુર પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીઓ પાસે રિપોર્ટ માગ્યો. વડોદરાથી પરત ભરેલા સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ ને મુખ્યમંત્રીએ નિવાસ્થાને બોલાવ્યા. વડોદરાની સ્થિતિ ઉપર બંને મંત્રીઓ મુખ્યમંત્રીને રિપોર્ટ સોપશે. આ બેઠક બાદ રાજ્ય સરકાર વડોદરા માટે વિશેષ ટીમ અને સહાય કરી શકે છે જાહેર. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ આજે લેશે વડોદરા ની મુલાકાત
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે...
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે... વડોદરામાં ભરાયેલા પાણી ઉતરી જાય બાદની સ્થિતિ ને પહોચી વળવા માટે બેઠકોનો દૌર કરશે.. પાણી ઉતર્યા બાદ તાત્કાલિક અસરથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે...વડોદરાવાસીઓને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરાશે
Trending Photos