જાણો કેટલી ગાઢ મિત્ર છે રિયા અને સારા અલી ખાન, આ Photos છે તેનો પુરાવો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ડ્રગ્સ કેસમાં મુંબઇની ભાયખલા જેલમાં 14 દિવસની જે ન્યાયિક કસ્ટડીમાં છે.

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ડ્રગ્સ કેસમાં મુંબઇની ભાયખલા જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. જામીન અરજી માટે રિયા ચક્રવર્તીએ કોર્ટની સામે કહ્યું કે, ડ્રગ્સ નથી લેતી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દબાણ કરી ડ્રગ્સ લેવાની વાત તેણે કબૂલ કરી. સત્યસામે આવ્યા બાદ રિયા ચક્રવર્તીએ NCBને મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તે 25 નામોનું લિસ્ટ આપ્યું જે ક્યાંકને ક્યાંક નશાના પાતાળલોકમાં સામેલ છે. આ લિસ્ટમાં સૌથી ચોંકાવનારું નામ હતું સેફ અલી ખાન (Saif Ali Khan)ની દિકરી સારા અલી ખાન (Sara Ali Khan)નું. સારા અને રીયાની મિત્રતા ઘણી ઘાઢ છે. જે અમે તમને તેમની ગાઢ મિત્રતાના પુરાવા તરીકે કેટલીક તસવીરો દેખાડવા જઇ રહ્યાં છીએ.

1/6
image

આ NCBની પૂછપરછમાં સારાનું નામ આવતાની સાથે જ બોલીવુડના બે મોટા પરિવારોના નામ પણ કેસથી જોડાયા છે. કેમ કે, સારા પટોડી પરિવારની દિકરી અને તેના પિતાના બીજા લગ્ન શાહી કપૂર પરિવારમાં થયા છે.

2/6
image

રિયા અને સારાની મિત્રતાના કારણે કદાચ સુશાંત જ રહ્યો હશે. કેમ કે, સારાએ બોલીવુડમાં ડેબ્યૂ સુશાંત સાથે કર્યું હતું.

3/6
image

રિયા સાથેની સારાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

4/6
image

થોડા સમય પહેલા સુધી રિયા અને સારા એક જ જીમમાં જતી હતી.

5/6
image

બંનેને ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળી છે.

6/6
image

હવે સુશાંત મામલે સારાનું નામ આવ્યા બાદ NCB શું એક્શન લે છે તે હવે જોવાનું રહ્યું. પરંતુ આ તસવીરોએ આ સાબિત કર્યું છે કે, રિયા જૂઠું બોલી રહી નથી.