Photos : બચીને રહેજો આ ફૂડ કોમ્બિનેશનથી, જે તમને માત્ર બીમાર નહિ, પણ ગંભીર બીમારી આપી શકે છે

ખોરાકમાં અનેક કોમ્બિનેશન હોય છે, જે હકીકતમાં તો પેટમાં ગયા બાદ એકબીજાની સાથે પચતા નથી અને શરીરને ગંભીર નુકશાન પહોંચાડે છે. ખાદ્ય પદાર્થોની આવી અનેક જોડી છે, જેને એકબીજા સાથે ક્યારેય ખાવા ન જોઈએ.

ખોરાકના કોમ્બિનેશન

1/7
image

અનેકવાર લોકોને ભોજન કર્યા બાદ અપચો, એસિડિટી કે પેટ ખરાબ થવાની સમસ્યા છે. અનેકવાર બે અલગ અલગ પ્રકારના ભોજનનું મિશ્રણ હેલ્થ માટે નુકશાનકારક સાબિત થાય છે. તેનું કારણ ખોરાકના અનેક કોમ્બિનેશન હોય છે, જે હકીકતમાં પેટમાં ગયા બાદ એકબીજા સાથે રિએક્ટ કરે છે અને નુકશાન પણ પહોંચાડે છે. ખાદ્ય પદાર્થોની અનેક જોડીઓ એવી છે, જેને એકબીજા સાથે ન ખાવું જોઈએ. તો કેટલાક કોમ્બિનેશન એવા છે, જે હેલ્થની દ્રષ્ટિએ બેસ્ટ છે. જુઓ કયા કોમ્બિનેશનથી તમારે બચીને રહેવું જોઈએ. 

લીંબુ અને કફ સિરપ

2/7
image

લીંબુનો રસ અને મધ ખરાબ ગળાને સારુ કરવા માટે યોગ્ય ઉપચાર માનવામાં આવે છે. પરંતુ વધુ પડતો કફ સિરપ શરીરમાં સુસ્તી લાવે છે. તેથી લીંબુની સાથે તેને લેવાથી ઘેન ચઢી શકે છે.

પાલક પનીર

3/7
image

મોટાભાગના લોકોને પાલક પનીર ખાવું સારુ લાગે છે. પરંતુ પાલક પનીરને સાથે ખાવાને બદલે અલગ અલગ ખાવા વધુ ફાયદાકારક હોય છે. હકીકતમાં પનીરમાં કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે અને પાલકમાં ઓક્સૈલિક એસિડ હોય છે. જે કેલ્શિયમને અવશોષિત થવાથી રોકે છે. પનીર મટર, મશરુમ કે કંઈ પણ મિક્સ કર્યા વગર વધુ ફાયદાકારક હોય છે.

દૂધ અને એન્ટીબાયોટિક્સ

4/7
image

દૂધની સાથે એન્ટીબાયોટિક્સ લોકો લે છે. પરંતુ એન્ટીબાયોટિક્સને પ્રભાવી થવા માટે તેના ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈન ટ્રેકમાં શોષિત થવું બહુ જ જરૂરી છે. અહીંથી રક્ત પ્રવાહમાં સામેલ થવાનો રસ્તો બને છે. પરંતુ દૂધ આંતરડામાં એન્ટીબાયોટિકને અવશોષિત થવા નથી દેતુ અને દવાને પ્રભાવહીન કરે છે.

દહી અને ખાટ્ટા ફળ

5/7
image

દહી અને ફળ બંને સ્વાસ્થય માટે બહુ જ ફાયદાકારક હોય છે. પરંતુ બંનેને સાથે ખાવુ સારું માનવામાં નથી આવતું. દહીની સાથે ખાટ્ટા પળ ખાવાથી પેટમાં પાચન માટે એસિડ ઓછી માત્રામાં બને છે અને તેનાથી પાચન પ્રક્રિયામાં સમસ્યા થાય છે.

કેરી અને કાકડી

6/7
image

ગરમીઓમાં દરેક ઘરમાં કેરી તો હોય જ છે. ગરમીમાં લોકો રોજ કેરી ખાય છે, અને ઠંડક માટે કાકડી. પરંતુ આ બંનેને સાથે ક્યારેય ખાવા ન જોઈએ. હકીકતમાં કેરી એક ફ્રુટ છે, અને કાકડી શાકભાજીની કેટેગરીમાં આવે છે. બંનેને પચાવવા માટે અલગ અલગ એન્ઝાઈમની જરૂર પડે છે. તેથી પેટમાં ગેસ કે ભારીપણું પેદા થઈ શકે છે.

દૂધ અને દાળ

7/7
image

ભલે કોઈ પણ સ્વરૂપ હોય, પણ દૂધ અને દાળ ક્યારેય એકસાથે લેવું હેલ્થ માટે સારું નથી. તેનાથી પાચન સંબંધી સમસ્યા થાય છે. એસિડિટી પણ થઈ શકે છે. દૂધની જગ્યાએ દાળની સાથે દહી લઈએ, તો ભોજન સરળતાથી પચે છે. દૂધ માટે અલગ પાચન પ્રક્રિયાની જરૂર પડે છે, તો દાળમાં ઓલિગોસૈકસાઈડ નામનુ પદાર્થ હોય છે, જેને પચાવવું મુશ્કેલ હોય છે. તેથી દૂધ અને દાળને એકસાથે પચાવવું મુશ્કેલ હોય છે.