Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?
Gujarat Monsoon: ગુજરાત પર તોળાઈ રહ્યું છે તોફાની વાવાઝોડાનું સંકટ. શ્રીલંકામાં સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. આ ઘાતક આગાહીને કારણે હાલ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા છે.
ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ સિસ્ટમ 16-17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકા બંગાળની ખાડીમાં તે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ આવી શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે.
આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છેકે, આ સિસ્ટમ પશ્ચિમ કિનારા અને કર્ણાટક સુધી અસર કરી શકે છે અને આગળ વધી શકે તો ગુજરાતને અસર કરી શકે. આ સિસ્ટમ મજબૂત થવા માટે દરિયાની સપાટી ગરમ હોવી જોઈએ. તાપમાન 26.5 c વધુ હોવી જોઈએ. 50 મીટર ઉડી ગરમ હોવી જોઈએ તો સિસ્ટમ અસર કરશે. વેવ 15મી ઓગસ્ટથી મજબૂત બનશે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જે મજબૂત બનીને ઓરિસ્સા છત્તીસગઢ થઈને ગુજરાત આવશે. આ મહિનાના અંત અને સાતમી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
હવમાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી...16થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મહંદઅંશે સાર્વત્રિક વરસાદ થશે. જેમાંથી કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ઝોન વાઈસ વરસાદ વધશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદના સંકેત આપ્યાં છે.
20થી 25 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે. ઈડર સહિતના ભાગોમાં વરસાદી ઝાપટા રહી શકે. અમરેલી, ભાવનગર અને બોટાદના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહી શકે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહી શકે. ધોળકા ધંધુકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહી શકે. હમણાં ગુજરાતમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ આગામી પાંચ દિવસ પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવો મધ્યમ અને કોઈ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સપ્ટેમ્બર 24 પછી ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા રહેશે.
આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહેસાણા, બેચરાજી, સાબરકાંઠાના ભાગે ખેડબ્રમ્હાના ભાગો અને અન્ય ભાગો સહિત આગામી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલમાં જે વરસાદી ઝાપટા પડી રહ્યાં છે તે આગામી દિવસોમાં વધી શકે છે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ સાથે ક્યાંક રેડ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ બે દિવસ બાદ સિસ્ટમ નબળી થતાં રાજ્યમાં હળવો વરસાદની માહોલ રહેશે.
અંબાલાલ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાં 17થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભુક્કા બોલાવશે. આગામી સાત દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદથી ઝાપટાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા થશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Trending Photos