આ અભિનેત્રીઓએ હીરોને છોડીને ખતરનાક વિલન સાથે કર્યાં લગ્ન, જાણો તેની લવસ્ટોરી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ છે જેણે પોતાની ફિલ્મોના હીરો સાથે લગ્ન કરી લીધા છે. કેટલીક અભિનેત્રીઓએ બિઝનેસમેન સાથે તો કોઈએ ક્રિકેટર સાથે લગ્ન કરીને ઘર વસાવ્યું છે. 
 

નવી દિલ્હીઃ  બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ છે જેણે પોતાની ફિલ્મોના હીરોનીવ સાથે લગ્ન કરી લીધા છે. કેટલીક અભિનેત્રીઓએ બિઝનેસમેન સાથે તો કોઈએ ક્રિકેટર સાથે લગ્ન કરીને ઘર વસાવ્યું છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યાં છીએ જેણે ફિલ્મોના ખતરનાક વિલન સાથે લગ્ન કર્યાં છે. આવો આ અભિનેત્રીઓ વિશે જાણીએ... 
 

રેણુકા શહાણે

1/5
image

ફિલ્મ હમ આપકે હૈ કોનમાં જોવા મળી ચુકેલી અભિનેત્રી રેણુકા શહાણેએ ઘણી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રેણુકાએ જાણીતા અભિનેતા આશુતોષ રાણાની સાથે વર્ષ 2011મા લગ્ન કર્યા હતા. આશુતોષ રાણાએ દુશ્મન, સંઘર્ષ, બાદલ જેવી ફિલ્મોમાં એક વિલનની ભૂમિકા ભજવી છે. 

પૂજા બત્રા

2/5
image

90ના દાયકાના શાનદાર અભિનેત્રીઓમાંથી એક પૂજા બત્રાએ ફિલ્મ જગતના જાણીતા વિલન અભિનેતા નવાબવ શાહની સાથે કેટલાક સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. નવાબ શાહ ટાઇગર જિંદા હે, ડોન 2 અને સાઉથની ઘણી ફિલ્મોમાં વિલન તરીકે જોવા મળી ચુક્યા છે. 

પોની વર્મા

3/5
image

પોની વર્મા એક કોરિયોગ્રાફર છે. જેણે 2010મા અભિનેતા પ્રકાશ રાજ સાથે લગ્ન કર્યા હતા. જેણે સિંઘમ, વોન્ટેડ, દબંગ 2 સહિત ઘણી બોલીવુડ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે. 

નિવેદિતા ભટ્ટાચાર્ય

4/5
image

અભિનેત્રી નિવેદિતા ભટ્ટાચાર્યએ બોલીવુડ અભિનેતા કે મેનના સાથે લગ્ન કર્યાં છે. જેણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં એક વિલનની ભૂમિકા ભજવી છે. 

કૃતિકા સેંગર

5/5
image

રાણી લક્ષ્મીબાઈ અને કસમ તેરે પ્યાર કી જેવી ઘણી સુપરહિટ સિરયલોમાં કામ કરી ચુકેલી ટીવી અભિનેત્રી કૃતિકા સેંગરે ડાયરેક્ટર પંકજ ધીરેના પુત્ર નિકિતન ધીર સાથે 2014મા લગ્ન કર્યા હતા. નિકિતન ધીર તે છે જેણે ફિલ્મ મિશન ઇસ્તામ્બુલ, ચેન્નઈ એક્સપ્રેસ, દબંગ 2 અને રેડી જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે.