Platelet Count: પ્લેટલેટ કાઉન્ટને ઝડપથી વધારે છે આ 5 આયુર્વેદિક પાન, જાણો ઉપયોગ કરવાની રીત

How To Increase Platelet Count: ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા સહિતની બીમારીમાં શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં પ્લેટલેટની સંખ્યા ઘટી જાય તો ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક સ્થિતિમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી વધારવા હોય તો કેટલીક આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે કઈ જડીબુટ્ટીઓના પાનનો ઉપયોગ કરી શકાય આજે તમને આ લેખના માધ્યમથી જણાવીએ. 

પપૈયાના પાન 

1/6
image

પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટે સૌથી વધુ પપૈયાના પાનનો ઉપયોગ થાય છે. તેમાં એવા પોષક તત્વ હોય છે જે પ્લેટલેટ કાઉન્ટના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. સાથે જ પપૈયાના પાનનો રસ પીવાથી રક્ત કોષિકાનું નિર્માણ પણ ઝડપથી થાય છે.

ગિલોઈના પાન 

2/6
image

ગિલોઈના પાનનો રસ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં અસરકારક છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિવાયરલ ગુણ હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. ગિલોઈના પાનનો રસ કાઢીને અથવા તો તેનો ઉકાળો બનાવીને પી શકાય છે. 

એલોવેરા 

3/6
image

પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં એલોવેરા પણ ઉપયોગી છે. એલોવેરામાં એવા પોષક તત્વો હોય છે જે શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઉણપને દૂર કરે છે. પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય તો નિયમિત દિવસમાં એક કે બે વખત એલોવેરા જ્યુસનું સેવન કરી શકાય છે. 

તુલસીના પાન 

4/6
image

તુલસીના પાન ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. તે ગંભીર બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી સંક્રમણ સામે લડવામાં પણ મદદ મળે છે. નિયમિત રીતે તુલસીના પાનનો રસ કે તેનો ઉકાળો બનાવીને પીવાથી પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં પણ મદદ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 

સરગવાના પાન 

5/6
image

સરગવાના પાન પણ પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને પ્લેટલેટ કાઉન્ટ વધે છે. સરગવાના પાનનું સેવન જ્યુસ બનાવીને કે શાક તરીકે કરી શકાય છે.

6/6
image