Vegetable Peel: આ 4 શાકની છાલમાં સૌથી વધુ પોષકતત્વો, છાલ સહિત જ ખાવા જોઈએ આ શાક

Vegetable Peel: હેલ્ધી રહેવું હોય તો જરૂરી છે કે તાજા  શાકભાજી ખાવામાં આવે. દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના શાકભાજી રોજ બનતા હોય છે. આ શાકભાજી પ્રોટીન, ફાઇબર અને વિટામીનથી ભરપૂર હોય છે. શાકભાજીનું સેવન કરવાથી શરીર અંદરથી સ્વસ્થ અને મજબૂત રહે છે તેમજ શરીરની શક્તિ પણ વધે છે. 

શાકની છાલ કાઢવી

1/6
image

મોટાભાગના શાકભાજીનો ઉપયોગ કરતા પહેલા તેને ધોઈને તેની છાલ કાઢી નાખવામાં આવે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કેટલાક શાક એવા છે જેને છાલ ઉતાર્યા વિના જ ખાવા જોઈએ. આ શાકની છાલમાં જ બધું પોષણ હોય છે. જો તમે આ વસ્તુઓને છાલ ઉતારીને ખાવ છો તો તેનાથી શરીરને કોઈ ફાયદો થતો નથી કારણ કે તેના પોષક તત્વો છાલની સાથે નીકળી જાય છે. 

બટેટા 

2/6
image

મોટાભાગના લોકો બટેટાને ઉપયોગમાં લેતા પહેલા તેની છાલ કાઢી નાખે છે. બટેટાને છાલ સહિત ઉપયોગમાં ખૂબ ઓછા લોકોને છે. પરંતુ જો બટેટાની છાલ કાઢી નાખવામાં આવે તો તેના પોષક તત્વો પણ ઘટી જાય છે. બટેટાની છાલમાં જ આયરન, પોટેશિયમ, વિટામિન સી, વિટામીન એ જેવા પોષક તત્વો હોય છે.

કાકડી 

3/6
image

કાકડીનો ઉપયોગ રાયતામાં, સલાડમાં અને ડીટોક્ષ વોટરમાં કરવામાં આવે છે. જોકે ઘણા લોકો કાકડીને પણ ખાતા પહેલા તેની છાલ કાઢી નાખે છે. પરંતુ આવું કરવું નહીં. કાકડીની છાલમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જો કાકડીને છાલ સહિત ખાવામાં આવે તો તે ફાયદો કરે છે.

શક્કરીયા 

4/6
image

શક્કરીયા વિટામિન બી અને વિટામિન સી સહિત ડાયટ્રીફાઇબરથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો શક્કરિયાની છાલમાં પણ હોય છે. તેથી શકરીયા ને છાલની સાથે ખાવા જોઈએ. તેનાથી આંખની રોશની પણ વધે છે અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. 

મૂળા

5/6
image

મૂળા પણ એવું શાક છે જેને છાલ સહિત જ ખાવું જોઈએ. મૂળાની છાલમાં એવા પોષક તત્વો હોય છે જે શરીરને શક્તિ આપે છે. તેથી મૂળાની છાલને ક્યારેય કાઢવી નહીં.

6/6
image