Photo : આ બોલિવુડ સ્ટાર્સ આ વર્ષે વોટ નહિ આપે, કારણ કે...

2019ના લોકસભા ઈલેક્શનના પ્રથમ ચરણના વોટિંગની શરૂઆત થઈ ચૂકી છે. દર વર્ષે ઈલેક્શનમાં માત્ર સામાન્ય નાગરિક જ નહિ, પરંતુ બોલિવુડ સેલેબ્સ પણ બહુ જ ઉત્સાહી અને એક્ટિવ નજર આવે છે. કેટલાક બોલિવુડ સ્ટાર્સ ખુદ ઈલેક્શનમાં ઉભા રહેતા હોય છે, તો કેટલાક નેતાઓ માટે પ્રચાર કરતા હોય છે. તો કેટલાક વોટિંગ અવેરનેસ માટે કાર્યરત કરે છે. કેટલાક પોતાનો વોટ આપ્યાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. પરંતુ કેટલાક બોલિવુડ સ્ટાર્સ એવા પણ છે, જે લોકસભા ઈલેક્શનમાં પોતાના વોટ પાવરનો ઉપયોગ નહિ કરી શકે.

1/9
image

બોલિવુડનો ખેલાડી અક્ષય કુમારનો જન્મ ભલે પંજાબના અમૃતસરમાં થયો હતો, પણ અધિકારીક રીતે તેની પાસે ભારતની નાગરિકતા નથી. અક્ષય કુમાર પાસે કેનેડાનો પાસપોર્ટ છે. ભારતીય નિયમો અનુસાર, એક વ્યક્તિ બે દેશોની નાગરિકતા નથી રાખી શક્તુ. તેથી અક્ષય ઈલેક્શનમાં વોટ આપવાના હકદાર નથી. 

2/9
image

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન બ્રિટિશ નાગરિક છે અને આલિયા ભટ્ટ પાસે બ્રિટીશ પાસપોર્ટ છે. તેથી તે પણ વોટ કરી શક્તી નથી. 

3/9
image

આ લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. હકીકતમાં દિપીકાનો જન્મ ડેનમાર્કના કોપનહેગનમાં થયો હતો અને તેની પાસે ડેનિસ પાસપોર્ટ છે.   

4/9
image

એક્ટ્રેસ કેટરીના કૈફના પિતા કાશ્મીરી છે, પણ તેનો જન્મ હોંગકોંગમાં થયો હતો. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે, તેથી તે ઈચ્છીને પણ વોટ કરી શક્તી નથી.

5/9
image

જેક્લીનનો જન્મ બહેરીનના મનામામાં થયો હતો, તેના પિતા શ્રીલંકન અને માતા મલેશિયાની નાગરિક છે. 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ જીતનાર જેક્લીને 2009માં બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.  

6/9
image

આમીર ખાનનો ભાણેજ ઈમરાન ખાન પણ પોતાનો વોટ આપી શક્તો નથી. તેની પાસે અમેરિકન પાસપોર્ટ છે.   

7/9
image

એક્ટ્રેસ એમી જેક્સન પણ ભારતના ઈલેક્શનમાં વોટ કરી શક્તી નથી, કારણ કે તે બ્રિટિશ નાગરિક છે.   

8/9
image

રણબીર કપૂરની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ નરગીસ ફકરી પણ વોટ કરી શક્તી નથી. તે અડધી ફ્રેન્ચ અને અડધી પાકિસ્તાની છે.

9/9
image

લાખોના દિલ પર રાજ કરનાર સની લિયોની કેનેડિયન સિટીઝનશિપ ધરાવે છે, તેથી તે પણ વોટિંગ કરી શક્તી નથી.