શું ખરેખર ગુજરાત પર છે મોટી આફતનો ખતરો? આ સિસ્ટમ કઈ તરફ જશે? જાણો સીધી સટીક આગાહી

Ambalal Patel Forecast: આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે ભરૂચ અને  સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. 

1/9
image

ગુજરાતમાં એક નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના અનેક ગામોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. અહીં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે.

આજે ક્યાં ક્યાં એલર્ટ

2/9
image

ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.

3/9
image

આગામી 48 કલાક સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદનું જોર યથાવત રહેશે. મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, અને મહેસાણામાં યલો એલર્ટ અપાયું છે. આગામી 48 કલાક પછી વરસાદનું જોર આંશિક ઘટી શકે છે.  

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ

4/9
image

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડીપ્રેશનની એન્ટ્રી થઈ હતી. જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે. 

5/9
image

આગામી ચાર દિવસ મોટા ભાગનાં તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

6/9
image

ગુજરાતના સાઉથ ઝોનમાં એટલે કે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના શહેરોમાં તંત્ર અલર્ટ મોડ પર આવી ગયું છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વાપી, નવસારી, વલસાડ અને ભરૂચ સહિતના શહેરોમાં લોકોને સતાવી રહ્યો છે આકાશી આફતનો ડર. ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ આજે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 

7/9
image

આ તરફ 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે તો 6 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

8/9
image

ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે. પરંતુ તેની હાલની સ્થિ જોતા આ ડિપ્રેશન વડોદરામાં ભારે તબાહી સર્જશે. વડોદરાવાસઓ ફરીથી રાડ પાડી જશે તેવો વરસાદ પડશે. વડોદરા માટે આવતીકાલનો દિવસ ભારે છે. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી પરમ દિવસે સવાર 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાયેલી રહેશે, જેના કારણે શહેર પર ફરી મોટો ખતરો છે.  

9/9
image

આજે ભરૂચ અને  સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદયપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.