હરણી તળાવ દૂર્ઘટનાની હચમચાવી નાખતા દ્રશ્યો તમને રડાવી મુકશે; જુઓ Live રેસ્ક્યૂની તસવીરો

વડોદરાના હરણી તળાવ ખાતે મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યાં સ્કૂલના પ્રવાસે આવેલા બાળકો ભરેલી બોટ પલટી ખાઇ ગઇ હતી. ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બાળકોને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિલ ખસેડવામાં આવ્યા હતા. બાળકોના રેસ્ક્યૂનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે બાળકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું હતું. રેસ્ક્યૂની હચમચાવી દેતી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે તમને રડાવી મુકશે.

1/9
image

આ ઘટનામાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેમાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે. બોટમાં 23 બાળકો, 4 શિક્ષકો, 4 બોટવાળા સહિત કુલ 31 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર, બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

2/9
image

તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી છે, ત્યારે ન્યૂ સનરાઈઝ શાળાના વિદ્યાર્થીઓની બોટ પલટી છે. જો કે, મોતનો આંકડો વધે તેવી આશંકા છે. બે શિક્ષકો સહિત કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે સ્કૂલની એક શિક્ષિકાએ દાવો કરતા જણાવ્યું છે કે, 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હતા. જેમાંથી બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. પરંતુ દુર્ભાગ્યવશ અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

3/9
image

બોટમાં ક્ષમતા વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. લાઈફ જેકેટ વગર વિદ્યાર્થીઓને બોટમાં બેસાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે. શ્રી કોટિયા પ્રોજેક્ટ્સ- પીપીપી ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો છે. જેવો મોટું માથું છે. એકપણ બોટનું ઈન્સ્પેક્શન થયું નથી, અધિકારી પર પણ કાર્યવાહી થવી જોઈએ. બોટનો કોન્ટ્રાક્ટ પરેશે અન્ય વ્યક્તિને આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. પરેશ શાહે નિલેશ જૈનને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હતો.

4/9
image

જોકે, ફાયર વિભાગ દ્વારા 13 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5ના મોત થયા છે, જ્યારે 1 બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હજી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોટમાં કુલ 31 લોકો સવાર હતા. 

5/9
image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.

મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય: PM

6/9
image

વડોદરાના હરણી તળાવ ખાતે બોટ પલટી જવાથી જાનહાની થવાથી હું વ્યથિત છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. PMNRFમાંથી રૂપિયા 2 લાખની સહાય દરેક મૃતકના પરિવારજનોને આપવામાં આવશે. જ્યારે ઘાયલોને રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવશે.

CMએ ટ્વિટ કરી મૃતક અને ઇજાગ્રસ્તને સહાય જાહેર કરી

7/9
image

હરણી તળાવ દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ અને ઈજાગ્રસ્તને 50 હજારની સહાય કરશે. મહત્વનું છે કે વડોદરાની ગોઝારી દુર્ધટનાને લઇ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જવા નીકળ્યા છે.

8/9
image

નોંધનીય છે કે, તળાવના કોંટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે માસૂમોના જીવ ગયા છે. ધારાસભ્ય યોગેશ પટેલ હોસ્પિટલે પહોંચ્યા છે. આ ઉપરાંત વિધાનસભા દંડક, કલેક્ટર, પોલીસ કમિશ્નર, ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

9/9
image