વિશ્વનો એવો અમીર બાદશાહ, જેણે દાનમાં આપેલી સંપત્તિથી રાજ્યમાં ફુગાવાનો દર વધી ગયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈતિહાસનાં પાનામાં, એવા ઘણા રાજાઓનો ઉલ્લેખ છે, જેમની પાસે અઢળક સંપત્તિનો ભંડાર હતો. એવા ઘણાં રાજાઓ હતા જેમની સંપત્તિનો અંદાજ કાઢવો ખૂબ મુશ્કેલ હતો. આવા જ કંઈક તિમ્બક્ટુના રાજા મનસા મૂસા પહેલાં હતા. હાલમાં, ટિમ્બક્ટુએ આફ્રિકન દેશ માલીનું એક શહેર છે. અહીં સોનાના ભંડાર હતા ત્યારે મૂસાએ માલીની સલ્તનત પર શાસન કર્યું. એવું કહેવામાં આવે છે કે આ રાજાના શાસનકાળમાં લગભગ 1 કિલો સોનાનું ઉત્પાદન થયું હતું.

1/5
image

હકીકતમાં, મનસા મૂસાનું અસલી નામ મૂસા કીટા હતું. પરંતુ રાજા બન્યા પછી તેઓ મનસાથી ઓળખાયા. મનસાનો અર્થ બાદશાહ થાય છે. મૂસાની સલ્તનત એટલી મોટી હતી કે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો. આજના મૉરીટાનિયા, સેનેગલ, ગામ્બિયા, ગિની, બુર્કિના ફાસો, માલી, નાઈઝર, ચાડ અને નાઈઝિરીયા તે સમયે મૂસાની સલ્તનતનો ભાગ હતા.

2/5
image

ઈ.સ. 1312માં મનસા મૂસા માલી સામ્રાજ્યનાં શાસક બન્યા. લગભગ 25 વર્ષનાં તેમના શાસનકાળ દરમિયાન તેમણે ઘણી મસ્જિદો બનાવી. જેમાંની ઘણી મસ્જિદ આજે પણ હાજર છે. ટિમ્બકટૂની જિંગારેબેર મસ્જિદ તે મસ્જિદો પૈકીની એક છે જે મનસા મૂસાના યુગ દરમિયાન બનાવવામાં આવી હતી.

3/5
image

મનસા મૂસાને લગતી એક વાર્તા આખી દુનિયામાં પ્રખ્યાત છે. ઈ.સ. 1324માં મનસા મૂસા મક્કાની યાત્રા પર નીકળ્યા હતા. આ સમય દરમિયાન, તેમના કાફલામાં આશરે 60 હજાર લોકોનો સમાવેશ થતો હતો. જેમાંથી 12 હજાર માત્ર મનસા મૂસાનાં અંગત અનુયાયીઓ હતા. આ સિવાય મનસા મૂસા જે ઘોડા પર સવાર હતા તેમની આગળ 500 લોકોની ટુકડી હતી અને દરેકના હાથમાં સોનાની છડી હતી.

4/5
image

મનસા મૂસાના આ કાફલામાં 80 ઊંટો પણ હતાં અને દરેક ઊંટ પર 136 કિલો સોનું લાદવામાં આવ્યું હતું. મનસા મૂસા એટલા ઉદાર હતા કે જ્યારે તેઓ ઈજિપ્તની રાજધાની કૈરોથી પસાર થયા ત્યારે તેમણે ગરીબોને એટલા પૈસા દાન આપ્યા કે તે વિસ્તારમાં ફુગાવાનાં દરમાં મોટો વધારો થયો.

5/5
image

જ્યારે ગરીબોમાં સોના વહેંચવાની વાત મનસા મૂસાની યુરોપ સુધી પહોંચી, ત્યારે લોકો માલી સામ્રાજ્યમાં આવવા લાગ્યા. એટલા માટે કે મૂસા રાજાએ વહેંચેલી સંપત્તિની વાતો કેટલી સાચી છે તેનો અંદાજ લગાવી શકે. આખરે તેમણે પોતાની આંખોથી હકીકત જોયા બાદ ખાતરી થઈ ગઈ છે કે મનસા મૂસા પાસે પુષ્કળ સંપત્તિનો ભંડાર છે.