દેશની સૌથી અમીર દીકરી : ઈશા અંબાણી તો ક્યાંય પાછળ, આ રીતે કરે છે અબજોની કમાણી

શું તમે જાણો છો કે દેશની સૌથી અમીર દીકરી કોણ છે. નહીં તો જાણી લો કે આ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી નથી પણ આદિત્ય બિરલા ગ્રૂપની નવી બોલ અનન્યા બિડલા છે. જેમની પાસે ઈશાથી અનેક ગણી વધારે સંપત્તિ છે. 

કઈ રીતે કરે છે કમાણી

1/6
image

આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન અને અરબપતિ બિઝનેસ મેન કુમાર મંગલમ બિરલાની સૌથી મોટી દીકરી અનન્યા બિરલા કઈ રીતે કમાણી કરે છે એ પણ જાણવું જરૂરી છે.   

બિઝનેસ લીડર છે અનન્યા

2/6
image

બિરલા ખાનદાનની ચૌથી પેઢી અનન્યા અને તેમનો નાનો ભાઈ આર્યમાન બિરલા ગ્રૂપના કન્ઝ્યૂમર બિઝનેસમાં મોટી ભૂમિકા ભજવી રહયા છે. 2024ના ફોર્બ્સ લિસ્ટ અનુસાર કુમાર મંગલમ બિરલા એ દુનિયાના 90 માં અને ભારતના 7 મા નંબરના અબજોપતિ છે. જેમની કુલ સંપત્તિ 22.6 બિલિયન ડોલર છે.   

અહીંયાં નિભાવે છે જવાબદારી

3/6
image

અનન્યા બિરલા હિન્દાલ્કો, ગ્રાસિમ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ અને આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશનના બોર્ડમાં છે. જે આગામી સમયમાં મોટા બદલાવ તરફનો ઈશારો છે. આ કંપનીઓમાં અનન્યા મોટી ભૂમિકા નિભાવી શકે છે.  

સિંગિગથી પણ જબરદસ્ત કરી કમાણી

4/6
image

અનન્યા બિરલાએ બિઝનેસ સિવાય સિંગિગની દુનિયામાં પણ તેનું નામ ગૂંજતું કર્યું છે. જેમાં તે સારી કમાણી કરી રહી છે. હોલ્ડ ઓન અને લિવિન ધ લાઈફ જેવા હિટ અંગ્રેજી ગીતો માટે જાણીતી અનન્યા બિરલાએ સિંગિગ ક્ષેત્રને અલવિદા કરી દીધી છે.   

આટલી છે અનન્યા નામે સંપત્તિ

5/6
image

કેટલાક રિપોર્ટસનું માનીએ તો અનન્યા બિરલાની કુલ સંપત્તિ 13 બિલિયન ડોલર કહેવામાં આવી રહી છે. જોકે, અનન્યાએ ક્યારેય સાર્વજનિક રૂપે આ મિલકત કયાંય જાહેર કરી નથી. જોકે, તેઓ બે કંપનીઓમાં સીઈઓ હોવાને કારણે તેમની જબરદસ્ત નેટવર્થ હોવાનું સૌ કોઈ માને છે. 

6/6
image

બિઝનેસ જગતમાં અનન્યા બિરલાએ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આ સિવાય અનન્યા ફેશન સેન્સ લઈને પણ ભારે ચર્ચામાં છે. તે કેટલાક મેગેઝિન માટે ફોટો શૂટ પણ કરાવી ચૂકી છે.