પોતાની દિકરીની ઓળખ આપીને વૃદ્ધ 15 વર્ષની તરૂણીને તળાવના ખુણે લઇ ગયા પછી બંન્નેએ...
સંસ્કારી નગરી ગણાતા જામનગરને કલંકીત કરતી ઘટના સામે આવી છે.
જામનગર : શહેરમાં એક ખુબ જ વિચિત્ર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. શાળામાં ભણતી એક વિદ્યાર્થીની સાથે તેના દાદાની ઉંમરનો એક લંપટ રોમાન્સ કરતો ઝડપાયો છે.
સફેદ વાળ થઇ ચુક્યા છે તેવો લંપટ પોતાની પૌત્રીની ઉંમરની આશરે 12 વર્ષની ઉંમરની તરૂણી સાથે રોમાન્સ કરતો ઝડપાયો છે. હદ તો ત્યારે થઇ જ્યારે તે તરૂણી સાથે પિતાની ઓળખ આપીને અંદર પ્રવેશ્યો હતો.
ત્યાર બાદ બંન્ને એક ખુણામાં જતા રહેતા સ્થાનિક તંત્રને શંકા પડી હતી.
જામનગરના લાખોટા તળાવમાં પિતાની ઓળખ આપીને એક 12-15 વર્ષની તરૂણી સાથે આ વ્યક્તિ પ્રવેશ્યો હતો. અહીં પ્રવેશ્યા બાદ તેની હિલચાલ શંકાસ્પદ લાગી રહી હતી.
આ ઉપરાંત આ બંન્ને ખુણામાં બેસવા માટે જતા રહ્યા હતા. જેના કારણે આખરે તંત્ર દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા બંન્ને રોમાન્સ કરી રહ્યા હતા.
જેના પગલે તરૂણીની ઉંમર જોતા તે કોઇ ખોટા હાથમાં ન ફસાય તે માટે સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
50 વર્ષની ઉંમરના આધેડે સમાજની શરમ નેવે મૂકી 12 થી 15 વર્ષની બાળકીને સાથે કર્યા શારીરિક અડપલા ચાલુ કર્યા હતા. હાલ તો તેના સીસીટીવી ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, જ્યારે પોલીસ આ બંન્નેને પકડીને લઇ જઇ રહી હતી ત્યારે ન તો તે બુઢાને મોઢા પર શરમ હતી ન તો તે તરૂણીના મોઢા પર શરમ હતી.
બંન્ને જાણે કોઇ બહાદુરીભર્યું કામ કરીને જતા હોય તે પ્રકારે બેશરમીથી જઇ રહ્યા હતા. પોલીસ દ્વારા હાલ શું કાર્યવાહી થાય તેની રાહ જોવાઇ રહી છે.
Trending Photos