અટલ બિહારી વાજપેયીનો 13 અંક સાથે હતો જબરો નાતો...જાણો 13 દિવસથી 13 પાર્ટીની સરકાર સુધી

ત્રણવાર ભારતના પ્રધાનમંત્રી રહેલા અટલ બિહારી વાજપેયીનો 13 અંક સાથે કઈંક ઊંડો નાતો રહ્યો હતો. પહેલીવાર જ્યારે તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમની સરકાર માત્ર 13 દિવસ ચાલી હતી. 


નવી દિલ્હી: 25 ડિસેમ્બર 2020 એટલે કે આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 96મી જયંતી છે. આજના દિવસે જ 1924ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં તેમનો જન્મ થયો હતો. તેમના વિશાળ રાજકીય કરિયરમાં તેમની પાર્ટીમાં તો તેમનું સન્માન હતું જ પરંતુ વિપક્ષી પાર્ટીના પણ અનેક દિગ્ગજ નેતાઓ તેમના રાજકારણ અને તેમના વ્યક્તિત્વના કાયલ હતા. 

13 નંબર સાથે ઊંડો નાતો

1/4
image

આટલા મોટા રાજકીય કરિયરમાં આમ તો વ્યક્તિને અનેક અંકો સાથે જોડાવ હોય છે. પરંતુ પૂર્વ પ્રધાનમંત્રીના જીવનમાં એક ખાસ અંકનો અદભૂત નાતો રહ્યો. આ અંક છે 13. કેટલાક લોકોએ આ અંકને તેમના રાજકીય જીવન માટે અશુભ ગણ્યો. પરંતુ આ બધાને નકારતા તેમણે આ અંકને ન તો શુભ માન્યો કે ન તો અશુભ. તેઓ તો બસ તેમનું કામ કરતા રહ્યા. 

13 મેના રોજ 13 દિવસની સરકાર

2/4
image

અટલ બિહારી વાજપેયીએ પહેલીવાર 13 મે 1996ના રોજ દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેના બરાબર 13 દિવસ બાદ બહુમત સાબિત ન કરી શકવાના કારણે તેમની સરકાર પડી ગઈ. વાજપેયીની જ્યારે  બીજીવાર સરકાર 1998માં બની ત્યારે પણ તે ફક્ત 13 મહિના જ ચાલી શકી હતી. 

13 ઓક્ટોબરના રોજ 13 પક્ષોની સરકાર

3/4
image

અટલ બિહારી વાજપેયી જ્યારે ત્રીજીવાર 1999માં પ્રધાનમંત્રી બન્યા તો તેમણે 13 પક્ષોના ગઠબંધનથી સરકાર બનાવી હતી. જેની શપથ તેમણે 13 ઓક્ટોબર 1999ના રોજ લીધી હતી. તે વખતે તેમની સરકારે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો અને પાંચ વર્ષ સુધી રહી હતી. 

13મીએ નામાંકન ભર્યું, 13મીના રોજ આવ્યા પરિણામ

4/4
image

13ના આ ફેરને અનેક લોકો સમજવા લાગ્યા હતા. તેનાથી બચવાનું પણ તેમને કહેવાયું હતું. પરંતુ વાજપેયી ન માન્યા અને 13 એપ્રિલ 2004ના રોજ તેમણે નામાંકન ભર્યું. 13મેના રોજ થયેલી મતગણતરીમાં ભાજપે સત્તા ગુમાવવી પડી. આમ છતાં અટલ બિહારી વાજપેયી ક્યારેય માન્યા નહીં કે તેમના જીવનમાં કોઈ નંબર શુભ છે કે અશુભ. તેઓ તો આ જ રીતે પોતાનું કામ કરતા રહ્યા અને આગળ વધતા રહ્યા હતા.