The Great Wall of China: ચીનની દિવાલને કેમ કહેવામાં આવે છે વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન?

નવી દિલ્લીઃ દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે ચીનની ધ ગ્રેટ વોલથી પરિચિત ન હોય. ચીનની ધ ગ્રેટ વોલ જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવાલ અંતરિક્ષમાંથી પણ દેખાય છે. ‘ગ્રેટ વોલ ઓફ ચાઈના’ તરીકે જાણીતી આ દિવાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે. 

1/6
image

વિશ્વની સૌથી લાંબી દિવાલનું નિર્માણ બસો-ચારસો વર્ષ નહીં પરંતુ હજારો વર્ષ જૂનું છે. ચીનમાં વિશાળ દિવાલ બનાવવાનો વિચાર ચીનનાં પહેલા સમ્રાટ કિન શી હુઆંગે કરી હતી, પરંતુ તેઓ પોતાના શાસન દરમિયાન દિવાલનું નિર્માણ ન કરાવી શક્યા. તેમના મૃત્યુના સેંકડો વર્ષ પછી, દિવાલ બનાવવાનું કામ શરૂ કરાયું. માનવામાં આવે છે કે દિવાલનું નિર્માણકાર્ય ઈ.સા પૂર્વની પાંચમી સદીમાં શરૂ થયું હતું. જે 16મી સદી સુધી ચાલ્યું હતું.

 

 

 

 

 

Kareena Kapoor ની આવી ગંદી તસવીરો જોઈને સૈફ પણ બોલ્યો સાલુ આ શું છે!

2/6
image

 અલગ અલગ સમયે જે-તે રાજાઓ દ્વારા દિવાલ નિર્માણની કામગીરી કરવામાં આવી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દિવાલને 'વિશ્વની સૌથી મોટી કબ્રસ્તાન' પણ કહેવામાં આવે છે.

 

 

 

TV ની સંસ્કારી વહુ કેમેરા સામે થઈ ગઈ સાવ ઉઘાડી! ટોપલેસ ફોટોશૂટ, ન્યૂડ આઈસ બાથ..અરેરે...

3/6
image

આ દિવાલની લંબાઈ વિશે થોડો વિવાદ ચાલે છે. વર્ષ 2009માં કરાયેલા એક સર્વેમાં દિવાલની લંબાઈ 8,850 કિમી દર્શાવવામાં આવી હતી. પરંતુ 2012માં હાથ ધરવામાં આવેલા રાજ્યના સર્વેક્ષણમાં આ વાત ખોટી સાબિત થઈ. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ચીનની દિવાલની કુલ લંબાઈ 21,196 કિમી છે. આ અંગેના સર્વેક્ષણનો અહેવાલ ચીનનાં અગ્રણી અખબાર શિન્હુઆમાં પ્રકાશિત થયો હતો.

 

 

 

 

Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?

4/6
image

એવું પણ કહેવામાં આવે છે કે, ચીનને દુશ્મનોથી બચાવવા માટે આ દિવાલ બનાવવામાં આવી હતી. પરંતુ આમ થઈ શક્યું નહીં. 1211 ઈસ્વીમાં, મંગોલ શાસક ચંગેઝ ખાને એક જગ્યાએથી દિવાલ તોડીને ચીન પર હુમલો કર્યો હતો.

 

 

 

 

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

5/6
image

ચીનમાં, આ દિવાલ 'વાન લી ચાંગ ચાંગ' તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે આ દિવાલની પહોળાઈ એવી છે કે તેના પર એક સાથે પાંચ ઘોડા અથવા 10 સૈનિકો એકસાથે ચાલી શકે. યુનેસ્કો દ્વારા આ દિવાલને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવી છે.

 

 

 

 

Jio Fibre 1 વર્ષ માટે મેળવો એકદમ Free! બસ આ Steps કરો ફોલો

6/6
image

ચીનની મહાન દિવાલથી સંબંધિત ઘણી વાર્તાઓ છે. એવું કહેવામાં આવે છે કે આશરે 20 લાખ મજૂરો આ વિશાળ દિવાલના નિર્માણમાં રોકાયેલા હતા. આ પૈકીના લગભગ 10 લાખ લોકોએ દિવાલના નિર્માણકાર્ય દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં મૃતકોને દિવાલની નીચે જ દફનાવવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે ચીનની આ મહાન અને વિશાળ દિવાલને વિશ્વનું સૌથી મોટુ કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે કોઈને ખબર નથી. તેથી આ વાતો માત્ર રહસ્ય જ બનીને રહી છે.

 

 

 

આ અભિનેત્રીના લગ્નના સમાચાર સાંભળીને ધ્રુસ્કેને ધ્રુસ્કે રડ્યા હતા શત્રુઘ્ન સિન્હા! બીજી જોડે પત્નીએ રંગે હાથ પકડ્યા ત્યારે તો...