જુઓ, ગંભીર-કેફ બાદ આ ક્રિકેટરો પણ રમ્યા વિના લઈ શકે છે નિવૃતી
હજુ થોડા દિવસ પહેલા મોહમ્મદ કેફે ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પણ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ બંન્ને ક્રિકેટર લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમમાંથી બહાર હતા. આખરે બંન્નેએ ઈન્ટરનેશનલ મેદાનની બહારથી જ અલવિદા કહી દીધું. કેફ-ગંભીર સિવાય ભારતીય ટીમના ઘણા એવા ખેલાડી છે, જેને લાંબા સમયથી ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું નથી. તેવામાં તે સંભાવનાનો ઈન્કાર કરી શકાય નહીં કે, પોતાના સમયના દિગ્ગજ ક્રિકેટર આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વિના ક્રિકેટને ગુડ બાય કહી દેશે. જુઓ આ સંભાવનાઓમાં છે ક્યા-ક્યા ક્રિકેટરો........
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે પોતાના અંતિમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2016મા રમી હતી. તેણે પોતાની અંતિમ વનડે પાંચ વર્ષ પહેલા 2013મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી. ગંભીરે ભારત માટે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 મેચ રમી છે. 4 ડિસેમ્બરે તેણે નિવૃતીની જાહેરાત કરી હતી.
યુવરાજ સિંહ
ભારતના સ્ટાઇલિશ લેફ્ટહેન્ડર બેટ્સમેન યુવરાજ સિંહે અત્યાર સુધી 40 ટેસ્ટ મેચ, 301 વનડે અને 58 ટી20 મેચ રમી છે. યુવરાજે પોતાની અંતિમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2012 અને વનડે વર્ષ 2017મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમી હતી. તેણે પોતાની અંતિમ ટી20 મેચ વર્ષ 2017મા જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમી હતી.
હરભજન સિંહ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે પોતાના કરિયરમાં કુલ 103 ટેસ્ટ મે, 236 વનડે અને 28 ટી20 મેચ રમી છે. હરભજને પોતાની અંતિમ વનડે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2015મા વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. તેની અંતિમ ટેસ્ટ 2015મા શ્રીલંકા વિરુદ્ધ હતી. વાત ટી20 કરીએ તો હરભજને પોતાની અંતિમ મેચ યૂએઈ વિરુદ્ધ 2016મા રમી હતી.
અમિત મિશ્રા
લેગ સ્પિનર અમિત મિશ્રાએ પોતાના ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધી 22 ટેસ્ટ મેચ, 36 વનડે અને 10 ટી20 મેચ રમી છે. અમિત મિશ્રાએ અંતિમ ટેસ્ટ ડિસેમ્બર 2016મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમીહતી. તો પોતાની અંતિમ વનડે 2016મા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી.
મોહમ્મદ કેફ
કેફે ભારત માટે 13 ટેસ્ટ, 125 વનડે રમી અને તેણે આ વર્ષે ઓગસ્ટમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
Trending Photos