Russiaનું આ શહેર છે દુનિયાની સૌથી ઠંડી જગ્યા, -48 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું તાપમાન

રશિયા (Russia) ના યાકુત્સ્ક (Yakutsk) શહેર દુનિયાની સૌથી ઠંડી જગ્યા ગણવામાં આવે છે, જ્યાં તાપમાન -48 ડિગ્રી પહોંચી ગયું છે અને બાળકોને રજા આપવામાં આવી છે. 

દુનિયાભરના ઘણા દેશોમાં પારો ઘણો નીચે જતો રહ્યો છે અને હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ભારત સહિત દુનિયાભરના ઘણા શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે અને દરેક જગ્યાએ બરફની ચાદર છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ ઠંડી ક્યાં પડી રહી છે? ચાલો અમે તમને જણાવીએ કે રશિયાનું એક શહેર જ્યાં તાપમાન -48 ડિગ્રી પહોંચી ગયું છે. (ફોટો સોર્સ- ડેલીમેલ)

રશિયાના યાકુત્સ્ક (Yakutsk)માં -48 ડિગ્રી પારો

1/5
image

રશિયાના યાકુત્સ્ક (Yakutsk) શહેર દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક ગણવામાં આવે છે. જ્યાં લોકો રહે છે. અહીં તાપમાન -48 ડિગ્રી સેલ્સિયસ થઇ ચૂક્યું છે અને ઠંડીને જોતા સ્કૂલોમાં રજા આપવામાં આવી છે.  

ક્યારે આપવામાં આવે છે રજા

2/5
image

યાકુત્સ્ક (Yakutsk) શહેરમાં તાપમાન માઇનસ 42 ડિગ્રી સેલ્સિયસથી માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસ રહેવા પર સ્કૂલ બંધ રાખવામાં આવે છે. જોકે આ હવાની ગતિ અને બાળકોની ઉંમર પર નિર્ભર કરે છે. 

-50 ડિગ્રી સેલ્સિયસમાં પણ સ્કૂલ જાય છે બાળકો

3/5
image

યાકુત્સ્ક (Yakutsk)થી લગભગ 680 કિલોમીટર દૂર દુનિયાના સૌથી ઠંડા ગામ ઓમ્યાકોન (Oymyakon)માં માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસમાં પણ બાળકો સ્કૂલ જાય છે. અહીં -52 ડિગ્રી સેલ્સિયસમાં નાના બાળકો અને -56 ડિગ્રી સેલ્સિયસમાં મોટા બાળકોને રજા આપવામાં આવે છે. 

જાનવરો માટે છે ભારે મુસીબત

4/5
image

યાકુત્સ્ક (Yakutsk) શહેરમાં જાનવરો માટે મુસીબત છે અને અત્યાર સુધી ઘણા કુતરા બિલાડીઓના મોત થઇ ચૂક્યા છે. 

દરેક તરફ બરફની ચાદર

5/5
image

યાકુત્સ્ક (Yakutsk) શહેરમાં સતત હિમવર્ષા થાય છે અને અહીં દરેક વસ્તુ બરફથી ઢંકાયેલી રહે છે. ઠંડે એટલી વધુ હોય છે કે ચારેય તરફ ધુમ્મસ રહે છે અને વિઝિબિલિટી ખૂબ ઓછી થઇ જાય છે.