ભારતમાં એક વ્યક્તિ ટ્રમ્પની કરે છે ભગવાનની જેમ પૂજા, વિગતો જાણવા કરો ક્લિક
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાની પત્ની મલેનિયા ટ્રમ્પની સાથે પહેલીવાર ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ વખતે તેલંગાણાનો એક રહેવાસી ચર્ચામાં આવ્યો છે. તેલંગાનાના કોન્નેનો રહેવાસી બુસા કૃષ્ણા (Bussa Krishna) ટ્રમ્પનો મોટો ચાહક છે અને સવાર-સાંજ તેમની પૂજા કરે છે.
કૃષ્ણા કહે છે કે, ટ્રમ્પ ખૂબ જ સાહસી નેતા છે. પોતાના દેશની ભલાઈ માટે તેઓ બધું કરવા તૈયાર રહે છે. બીજા દેશના વિચારોથી કોઈ દેશના નેતાઓએ પરેશાન થવાની શું જરૂર છે. તેમને પોતાના દેશના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું જોઈએ. જ્યાં સુધી વિરોધની વાત છે તો દરેક લોકતંત્રમાં આ સામાન્ય વાત છે.
કૃષ્ણા કોન્ને સ્થિત જનગાંવનો રહેવાસી છે. તેણે ઘરના આંગણાંમાં જ ડોનાલ્ડ ટ્રમ્પની 6 ફુટ ઊંચી પ્રતિમા બનાવડાવી છે, જ્યાં રોજ દૂધનો અભિષેક પણ કરે છે. આ પ્રતિમા તેણે ગયા વર્ષે 14 જૂને ટ્રમ્પના જન્મદિવસે સ્થાપી હતી. બીજી તરફ ઘરની દીવાલો પર ટ્રમ્પનું નામ લખેલું છે. કૃષ્ણા કોન્ને સ્થિત જનગાંવનો રહેવાસી છે. તેણે ઘરના આંગણાંમાં જ ડોનાલ્ડ ટ્રમ્પની 6 ફુટ ઊંચી પ્રતિમા બનાવડાવી છે, જ્યાં રોજ દૂધનો અભિષેક પણ કરે છે. આ પ્રતિમા તેણે ગયા વર્ષે 14 જૂને ટ્રમ્પના જન્મદિવસે સ્થાપી હતી. તેણે ઘરની દીવાલો પર ટ્રમ્પનું નામ લખેલું છે.
કૃષ્ણાએ વધુમાં કહ્યું કે, સપનામાં ટ્રમ્પ આવ્યા બાદ મારી કિસ્મત ચમકી ગઈ. મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ ખૂબ સારો ચાલવા લાગ્યો.
ટ્રમ્પ પ્રત્યે પોતાના પ્રેમ વિશે બુસા કૃષ્ણાએ જણાવ્યું કે, ચાર વર્ષ પહેલા ટ્રમ્પ મારા સપનામાં આવ્યા હતા, ત્યારબાદથી હું દરરોજ તેમની પૂજા કરું છું.
ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન તેલંગાનાના એક યુવાને પોતાને ડોનાલ્ડ ટ્રમ્પનો સુપર ફેન ગણાવતાં કેન્દ્ર સરકાર પાસે તેમને મળવાની ઈચ્છા જાહેર કરી છે.
Trending Photos