Petrol-Diesel ના ભુક્કા કાઢી નાંખે એવા ભાવ સામે આ શાનદાર CNG ગાડીઓ પડાવશે માર્કેટમાં બૂમ!

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે લોકો CNG તરફ વળ્યા છે. CNG કારની માગમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે...ત્યારે આગામી દિવસમાં મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ જેવી કારખૂબ જ જલ્દી લોન્ચ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ કારોના ફીચર્સ પણ ખૂબ જ મજબૂત છે અને ઓછી કિંમતમાં વધુ માઈલેજ પણ મળે છે.

Tata Punch CNG

1/6
image

ટાટા મોટર્સ ટાટા પંચ સીએનજી વેરિઅન્ટમાં દિવાળી આસપાસ બજારમાં લોન્ચ કરી શકે છે.

Vitara Brezza CNG

2/6
image

મારૂતિ સુઝીકી પણ CNG વાહનો પર નજર રાખી રહ્યું છે...મારૂતી સુઝીકી ટૂંક સમયમાં લોકપ્રિય કોમ્પેક્ટ SUV Vitara Brezzaનું CNG વર્ઝન  ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરી શકે છે.

Maruti Baleno

3/6
image

હેચબેક બલેનોનું સીએનજી વર્ઝન દિવાળીની આસપાસ માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મારુતિએ તાજેતરમાં બલેનોનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે.

Maruti Swift CNG

4/6
image

મારૂતી સ્વિફ્ટ સીએનજી વર્ઝન પણ ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.મારૂતી કંપની Vitara Brezza સાથે સ્વિફ્ટનું CNG વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

Tata Altroz CNG

5/6
image

Tata Motors તેની પ્રીમિયમ હેચબેક Altroz ​ના CNG વેરિઅન્ટને ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી શકે છે. ટાટા અલ્ટ્રોઝ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, કિંમત અને ડિઝાઈનને લીધે લોકોને ખૂબ જ પસંદ છે.

Toyota Glanza CNG

6/6
image

 ટોયોટા પણ માર્કેટમાં ઉતરવા માટે તૈયારી કરી રહ્યું છે  કંપની ગ્લાન્ઝાનું CNG વર્ઝન ડિસેમ્બર સુધીમાંમાર્કેટમાં લોન્ચ કરી શકે છે.