Instagram યુઝર્સ માટે ખુશ ખબરી! એપ્લિકેશનમાં આવશે આ 5 અદ્ભુત ફીચર્સ, જલદી જાણી લો
નવી દિલ્લીઃ Instagram પર ઘણા નવા ફીચર્સ આવશે.. નવા ફીચર્સ એપનો ઉપયોગ કરવાની રીત સંપૂર્ણપણે બદલી નાખશેએક જાણીતા ટિપસ્ટરે આ ફિચર્સ અંગે ખુલાસો કર્યો છે અને આમાંના કેટલાક ફિચર્સ ઘણા દેશોમાં રિલીઝ પણ કરાયા છે. ચાલો જોઈએ, આ પાંચ ફીચર્સ શું છે અને તે ઈન્સ્ટાગ્રામમાં શું બદલાવ લાવશે.
VOICE રેકોર્ડિંગ ફીચર
અત્યાર સુધી Instagram ના સ્ટોરી પર જવાબ આપવા માટે GIF અને સ્ટીકર મોકલી શકતા હતા..હવે આ નવા ફીચરથી Instagram યુઝર્સને સ્ટોરી પર વોઈસ નોટ્સ મોકલી શકાશે. સ્ટોરી જોતી વખતે હવે નીચે આપેલા ટાઈપિંગ બારમાં વૉઇસ નોટ મોકલવાનો વિકલ્પ પણ દેખાશે.
સબ્સક્રાઈબર્સ
Instagram યુઝર્સ મનપસંદ લોકોને સબ્સ્ક્રાઈબ કરી શકશે અને એક્સલ્યુઝિવ વીડિયોનો આનંદ લઈ શકશે..આનાથી પૈસા કમાવવાની તક મળશે. તમને જણાવી દઈએ કે આ ફીચર ઓપ્શનલ હશે.
આવી રીતે કરી શકશો રિપ્લાય
ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વૉઇસ નોટ્સનો જવાબ આપવા ઉપરાંત, તમે હવે સ્ટોરી પર ફોટા શેર કરીને જવાબ આપી શકો છો. જવાબ આપતી વખતે મીડિયા ઉમેરીને ફોટા મોકલી શકશો.
QR CODE
Instagram યુઝર્સ QR કોડ્સ થકી અન્ય એપ્લિકેશન અને પ્લેટફોર્મ્સ પર એપ્લિકેશનની પોસ્ટ અને પ્રોફાઈલ્સ શેર કરી શકશે. એવું મનાય છે કે આ ફીચર દરેક વસ્તુને શેર કરવાનું સરળ બનાવશે, પરંતુ તે કેવી રીતે કાર્ય કરશે તે વિશે કોઈ માહિતી જાહેર નથી કરાઈ
REACTION
ઈન્સ્ટાગ્રામ ચેટ્સમાં એક ખાસ વેનિશ મોડ છે, જેથી ચેટ્સના મેસેજ ગાયબ થઈ શકે છે. ટૂંક સમયમાં આ ફીચરનો ઉપયોગ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી માટે પણ થઈ શકશે.
Trending Photos