World Cup 2019: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પ્રોફાઈલ પર એક નજર

ઈંગ્લેન્ડ અને વેલ્સની સંયુક્ત યજમાનીમાં 30 મેથી શરૂ થઈ રહેલા વનડે વિશ્વ કપ માટે 15 ખેલાડીઓવાળી ભારતીય ટીમનું એલાન કરી દીધું હતું. 
 

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થઈ રહેલા વનડે વિશ્વ કપ  (World Cup 2019) માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ટીમ પસંદગીમાં રિષભ પંતના યુવા જોશ પર દિનેશ કાર્તિકનો અનુભવ ભારે પડ્યો છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ રાયડૂના સ્થાન પર ઓલરાઉન્ડર વિજય શંકરને વિશ્વ કપની ટિકિટ આપી છે. વિરાટની આગેવાનીમાં ક્રિકેટના આ મહાકુંભમાં ઉતરવા જઈ રહેલી ટીમમાં 15 ધુરંધર ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. આગળની સ્લાઇડ્સમાં વાંચો, ખેલાડીઓની સંપૂર્ણ પ્રોફાઇલ... 

કેએલ રાહુલ

1/15
image

કેએલ રાહુલ (Lokesh Rahul): ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન 14 વનડે મેચ રમી ચુક્યો છે. 26 વર્ષીય રાહુલે આ મેચોમાં 34.30ની એવરેજથી 343 રન બનાવ્યા છે. તેણે એક સદી ફટકારી છે. તે પ્રથમ વખત વિશ્વકપમાં રમશે. 

કેદાર જાધવ

2/15
image

કેદાર જાધવ (Kedar Jadhav): ઓલરાઉન્ડર કેદાર જાધવ 59 વનડે મેચ રમી ચુક્યો છે. આ મેચોમાં તેણે 1174 રન બનાવ્યા છે. 34 વર્ષનો કેદાર બે સદી ફટકારી ચુક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. તેના નામે 5 અડધી સદી છે. જાધવની એવરેજ 43.48 છે. આ તેનો પ્રથમ વિશ્વકપ છે. 

દિનેશ કાર્તિક

3/15
image

દિનેશ કાર્તિક (Dinesh Karthik): વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક 91 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. 33 વર્ષીય કાર્તિકે આ મુકાબલામાં 31.03ની એવરેજથી 1788 રન બનાવ્યા છે. તેમાં નવ અડધી સદી સામેલ છે. વિકેટકીપર કાર્તિકનો આ બીજો વિશ્વકપ છે. મહત્વનું છે કે 2007ની ટીમમાં તે સામેલ હતો, પરંતુ તેને મેચ રમવાની તક મળી નહતી.

ભુવનેશ્વર કુમાર

4/15
image

ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar): ભારતનો સ્વિંગ માસ્ટર 105 વનડેમાં 118 વિકેટ ઝડપી ચુક્યો છે. તેની ઈકોનોમી રેટ 5.01 અને સ્ટ્રાઇક રેટ 42.7 છે. તે ત્રણ વખત એક ઈનિંગમાં ચારથી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે. 29 વર્ષીય ભુવીનો આ બીજો વિશ્વકપ છે. 

હાર્દિક પંડ્યા

5/15
image

હાર્દિક પંડ્યા  (Hardik Pandya):  ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી છે. અત્યાર સુધી 45 વનડે રમી ચુક્યો છે. આ મેચોમાં તેણે 731 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદી સામેલ છે. આ તેનો પ્રથમ વિશ્વકપ છે. 

રવીન્દ્ર જાડેજા

6/15
image

રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja):  ભારતીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવનાર જાડેજા બીજો વિશ્વ કપ રમવા ઉતરશે. તેણે 151 વનડે મેચોમાં 2035 રન બનાવ્યા છે. જેમાં 10 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર 87 રન છે. આ સિવાય તેણે 174 વિકેટ ઝડપી છે. તેની ઈકોનોમી 4.88ની અને સ્ટ્રાઇક રેટ 44.0ની છે. 

યુજવેન્દ્ર ચહલ

7/15
image

યુજવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal): ટીમ ઈન્ડિયાનો સ્પિન બોલર છે. 28 વર્ષની ઉંમરમાં 41 વનડે રમી ચુક્યો છે. તેમાં તેણે 72 વિકેટ ઝડપી છે. બે વખત ચારકે તેથી વધુ વિકેટ ઝડપી છે. તેની સ્ટ્રાઇક રેટ 30.1 અને  ઇકોનોમી 4.89ની છે. આ તેનો પ્રથમ વિશ્વ કપ છે. 

 

મોહમ્મદ શમી

8/15
image

મોહમ્મદ શમી (Mohammed Shami): ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર છે. અત્યાર સુધી 63 વનડેમાં 113 વિકેટ ઝડપી ચુક્યો છે. તેની સ્ટ્રાઇક રેટ 28.5 અને ઇકોનોમી રેટ 5.48ની છે. તેણે છ વખત ચારથી વધુ વિકેટ ઝડપી છે. 28 વર્ષીય શમીનો આ બીજો વિશ્વકપ છે. 

વિરાટ કોહલી (કેપ્ટન)

9/15
image

વિરાટ કોહલી (Virat Kohli): ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. 30 વર્ષીય કોહલીનો આ ત્રીજો વિશ્વકપ છે. અત્યાર સુધી 227 વનડેમાં 10843 રન બનાવી ચુક્યો છે. તેમાં 41 સદી અને 49 અડધી સદી છે. તેની એવરેજ 59.57ની છે. આ તેનો ત્રીજો વિશ્વકપ છે. 

રોહિત શર્મા

10/15
image

રોહિત શર્મા  (Rohit Sharma): ભારતીય ક્રિકેટ ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેન રોહિત શર્માએ પોતાના 206 વનડે આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં 8010 રન બનાવ્યા છે. 264 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. તેમાં 22 સદી અને 41 અડધી સદી છે. તેની એવરેજ 47.39 રન છે. 30 વર્ષીય રોહિત બીજી વખત વનડે વિશ્વકપમાં રમશે. 

એમએસ ધોની (વિકેટકીપર)

11/15
image

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni): ટીમ ઈન્ડિયા તરફથી વિકેટકીપર બેટ્સમેન ધોની ચોથા વિશ્વકપ માટે ઉતરી રહ્યો છે. 37 વર્ષીય માહી પોતાની આગેવાનીમાં ભારતને 2011ના વિશ્વ કપમાં ચેમ્પિયન બનાવી ચુક્યો છે. ભારતીય ટીમના આ પૂર્વ કેપ્ટને 341 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 50.72 એવરેજથી 10500 રન બનાવ્યા છે. તેમાં 10 સદી અને 71 અડધી સદી છે. 

શિખર ધવન

12/15
image

શિખર ધવન (Shikhar Dhwan): ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન બીજીવખત વિશ્વ કપ રમશે. 33 વર્ષીય ધવને 128 મેચોમાં 44.62ની એવરેજથી અત્યાર સુધી 5355 રન બનાવ્યા છે. તેમાં 16 સદી અને 27 અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 143 રન છે. 

વિજય શંકર

13/15
image

વિજય શંકર (Vijay Shankar):  ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરનો આ પ્રથમ વિશ્વ કપ છે. 28 વર્ષના આ ખેલાડીએ ક્રિકેટના મહાકુંભમાં સામેલ થતાં પહેલા માત્ર 9 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ મેચોમાં તેનો સ્કોર 165 રન છે. તેમાં એકપણ સદી કે અડધી સદી સામેલ નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 46 રન છે. 

કુલદીપ યાદવ

14/15
image

કુલદીપ યાદવ (Kuldeep Yadav): ચાઇનામેન બોલરના નામથી જાણીતો કુલદીપ માત્ર 24 વર્ષની ઉંમરમાં ટીમ ઈન્ડિયા તરફથી 44 વનડે રમી ચુક્યો છે. આ દરમિયાન તેણે 87 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી રેટ 4.93 અને સ્ટ્રાઇક રેટ 26.4 છે. તેણે ચાર વખત ચાર કે તેથી વધુ વિકેટ ઝડપી છે. આ તેનો પ્રથમ વિશ્વકપ છે. 

જસપ્રીત બુમરાહ

15/15
image

જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah): ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર છે. 49 વનડે આંતરરાષ્ટ્રીયમાં 85 વિકેટ ઝડપી ચુક્યો છે. તેની સ્ટ્રાઇક રેટ 29.4 અને ઇકોનોમી રેટ 4.51 છે. ઈનિંગમાં ચાર વખત 4થી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે. 25 વર્ષીય બુમરાહનો પ્રથમ વિશ્વકપ છે.