Photos : તાના-રીરી મહોત્સવનો પ્રારંભ, ગીત-સંગીત રેલાતા વડનગર થયું પ્રફુલ્લિત

 ઐતિહાસિક નગરી વડનગર ખાતે પ્રસિદ્ધ તાના-રીરી મહોત્સવ 2018નો પ્રારંભ થયો છે. શિક્ષણ અને મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રંગેચંગે પ્રારંભ કરાવ્યો હતો. મહોત્સવમાં રાજ્યકક્ષાના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા  

મહેસાણા : ઐતિહાસિક નગરી વડનગર ખાતે પ્રસિદ્ધ તાના-રીરી મહોત્સવ 2018નો પ્રારંભ થયો છે. શિક્ષણ અને મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રંગેચંગે પ્રારંભ કરાવ્યો હતો. મહોત્સવમાં રાજ્યકક્ષાના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા  

1/4
image

આ મહોત્સવનો પ્રારંભ કાર્યક્રમમાં પંડિત વિશ્વમોહન ભટ્ટે મોહનવિણા, સલીલ ભટ્ટે સાત્વિક વિણા અને હિમાંશુ મંહતે તબલા વાદન રજુ કર્યું હતું. મુંબઇના સંગીતકાર સાયલી તવલાલકર દ્વારા ગીતો રજૂ કરાયા હતા, તેમના સંગીતથી વડનગરનું વાતાવરણ સૂરમય બની ગયું હતું. તો પહેલા દિવસે કલાગુરૂ મહેશ્વરી નાગરાજન અને અમદાવાદના નૃત્ય કલા કેન્દ્ર દ્વારા ભરત નાટ્યમ રજુ કરાયુ હતું. સપ્તક સ્કુલ ઓફ મ્યુઝિક અમદાવાદ દ્વારા સમુહ તબલા વાદન, સિતાર સંતૂર, સમૂહ વાદન રજુ કરાયું હતું. રાજકોટના સંગીતકાર એવા વિદુષી શ્રીમતી પીયુબેન સરખેલ તેમજ અન્ય કલાકારો દ્વારા શાસ્ત્રીય સંગીત પિરસવામાં આવ્યું હતું. સંગીત, મર્મજ્ઞો અને તાલના સમર્થકો કલાકારોના સ્વર અને સૂરમાં તલ્લીન બની ગયા હતા.

2/4
image

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કાર્તિક સુદ નોમના દિવેસ આ મહોત્સવ ઉજવવામાં આવે છે. સંગીત સામ્રગી તાના અને રીરીની યાદમાં આ દિવસોમાં સંગીતના સુર રેલાય છે. આવી વિરાંગના કલાધારિણી બેહનોને સૂરાંજલી અર્પવા માટે વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.  

3/4
image

વડનગર ખાતે સંગીત સામ્રજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતની સંસ્કૃતિ નગરી વડનગરના આંગણે સંગીત અને સૂરના સમન્વયને સાર્થક કરતો તાના-રીરી મહોત્સવ વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામ્યો છે. ઉત્તર ગુજરાતનું વડનગર ઇતિહાસ, કલા અને ધર્મ નિષ્ઠાનોની યુગ ઓળખ બને તેની તવારીખો અને વ્યક્તિત્વોથી ભરપૂર સુશોભિત નગર છે. ભક્ત કવિશ્રી નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીએ સંગીતની આરાધના કરીને રાગોને આત્મસાત કર્યા હતા. આવી તાના-રીરી વડનગર તથા ગુજરાતનું ગૌરવ છે. ગુજરાત સરકાર દ્વારા આ સંગીત બેલડીના માનમાં વડનગર ખાતે પ્રતિ વર્ષે બે દિવસિય સંગીત મહોત્સવ યોજવાની પ્રલાણી શરૂ કરાઇ છે. 

4/4
image

આ વર્ષના તાનારીરી મહોત્સવ સાથે રેકોર્ડ જોડાવાનો છે. આ મહોત્સવના બીજા દિવસે 5 મિનિટમાં 21 રાગ ગાવાનો  રેકોર્ડ સ્થાપિત થવાનો છે.