તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 'જેઠાલાલ' વિશે આ વાતો તમે જાણો છો?...50 રૂપિયામાં કર્યું હતું કામ

દિલીપ જોશીમાં શોમાં શરૂઆતથી જ જોડાયેલા છે. દિલીપે સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. પરંતુ તેમને ઓળખ તારક મહેતા શોથી મળી છે. આજે દિલીપ જોશી એક મોટું નામ છે. પણ એક સમય એવો પણ હતો કે જ્યારે તેમની પાસે કામ જ ન હતું. 

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આ શોનું દરેક પાત્ર ચર્ચામાં રહે છે. શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવતા દિલીપ જોશી તો હંમેશા લાઈમલાઈટમાં રહે છે. દિલીપ જોશીમાં શોમાં શરૂઆતથી જ જોડાયેલા છે. દિલીપે સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે. પરંતુ તેમને ઓળખ તારક મહેતા શોથી મળી છે. આજે દિલીપ જોશી એક મોટું નામ છે. પણ એક સમય એવો પણ હતો કે જ્યારે તેમની પાસે કામ જ ન હતું. 
 

12 વર્ષની ઉંમરે શરૂ કરી એક્ટિંગ

1/6
image

દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ અનેક એક્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યા. તેમણે જુહૂ સ્થિત પૃથ્વી થિયેટરમાં અનેક પ્લે કર્યા. આ સાથે જ કમર્શિયલ સિનેમા પણ કર્યું. આ ફિલ્ડમાં સતત એક દાયકા સુધી કામ કર્યા બાદ તેમણે આ ફિલ્ડને કરિયર તરીકે પસંદ કરી. 

 

દિલીપ જોશીએ 50 રૂપિયામાં કર્યું હતું કામ

2/6
image

મિડ ડેના એક અહેવાલ મુજબ હાલમાં જ દિલીપ જોશીએ એક ઈન્ટરવ્યુમાં પોતાની સ્ટ્રગલ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે મે એક બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. કોઈ મને રોલ આપવા તૈયાર નહતું. મને પ્રત્યેક રોલ માટે 50 રૂપિયા મળતા હતા. પરંતુ થિયેટર કરવાનું એક ઝૂનુન હતું. 

તાળી અને હાસ્ય અનમોલ હોય છે-જોશી

3/6
image

દિલીપ જોશીએ કહ્યું કે જો તે બેકસ્ટેજ રોલ હતો તો પણ મે ક્યારેય પરવા કરી નથી. હું થિયેટરની સાથે રહેવા માંગતો હતો. જનતાનું લાઈવ રિએક્શન અમૂલ્યા છે. તમારા જોક્સ પર એકસાથે 800-1000 લોકોની તાળી અને હાસ્ય અનમોલ હોય છે. 

સલમાન ખાન સાથે કર્યું હતું ડેબ્યુ

4/6
image

દિલીપ જોશીએ વર્ષ 1989માં આવેલી સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ મૈને પ્યાર કિયામાં પોતાની એક્ટિંગ ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં તેઓ એક નોકરની ભૂમિકામાં હતા. જેનું નામ રામુ હતું. 

હમ આપકે હૈ કોનમાં પણ કર્યું હતું કામ

5/6
image

દિલિપ જોશીએ થોડા સમય બાદ ફરીથી સલમાન ખાનની ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ કોઈ અન્ય નહીં પરંતુ રાજશ્રી પ્રોડક્શન્સની સુપરહિટ ફિલ્મ હમ આપકે હૈ કોન હતી. 1994માં આવેલી ફિલ્મ હમ આપકે હૈ કોનમાં દિલીપ જોશી ભોલાપ્રસાદ બન્યા હતા. 

જેઠાલાલના રોલથી તેમને ઘરે ઘરે ઓળખ મળી

6/6
image

જો કે કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલના પાત્રથી તેમને ઘરે ઘરે ઓળખ મળી હતી. આ શોએ તેમને નેમ અને ફેમ આપ્યા.